Kartik Aaryan Birthday: કાર્તિક આર્યન પોતાનો 33 મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. કાર્તિક આર્યનના જન્મદિવસ પર ફિલ્મ મેકર કરન જોહરે કાર્તિકને એક ખાસ ગિફ્ટ આપી છે. એ વાત કોઈથી છુપાયેલી નથી કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહી હતી. પરંતુ કાર્તિક આર્યનના જન્મદિવસે કરન જોહરે બધા જ મતભેદ ભુલાવીને તેની સાથેની નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Koffee With Karan 8 શોમાં વરુણ ધવને કહી દીધી એવી વાત કે કરણ જોહર થઈ ગયો ગુસ્સે


કરન જોહરના શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી આવશે સાથે, લગ્નજીવન અંગે કરશે ખુલાસા


કાર્તિક આર્યનને બર્થ ડે વિશ કરતા કરન જોહરે લખ્યું છે કે, " જન્મદિવસની ખૂબ જ શુભકામના આપણો સાથ આ રીતે જ મજબૂત થતો રહે..." સાથે જ કાર્તિક આર્યનની આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી દેવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ 2025 માં 15 ઓગસ્ટ રિલીઝ થશે.