નવી દિલ્હીઃ રીતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉરે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. એક્શન અને ખતરનાક સ્ટંટથી ભરપૂર ફિલ્મએ બોલીવુડ ફિલ્મ માટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શ પ્રમાણે, વૉરે પ્રથમ દિવસે 53.35 કરોડની છપરફાડ કમાણી કરી ઘણા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધા છે. વૉર હિન્દીની સાથે તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ રીતિક અને ટાઇગરના કરિયરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. મોટી વાત છે કે વૉર બોલીવુડની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે. તેણે આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (52.25 કરોડ)ના ફર્સ્ટ ડે કલેક્શનને પછાડી દીધું છે. જ્યારે ઠગ્સ ભારતમાં 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. જાણીએ વૉરે ક્યા-ક્યા રેકોર્ડ તોડ્યા છે. 


1. હાઈએસ્ટ ઓપનર હિન્દી ફિલ્મ
પાવરફુલ એક્શનથી ભરપૂર વૉરે હિન્દી રીઝનમાં 51.60 કરોડ અને તમિલ-તેલુગૂમાં મળીને 1.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન 53.35 કરોડ છે. વૉર પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે. 



2. હાઈએસ્ટ ઓપનર (નેશનલ હોલિડે)
વૉર 2 ઓક્ટોબર ગાંધી જયંતીએ રિલીઝ થઈ. ફિલ્મને 5 દિવસનો લાંબો વીકએન્ડ મળ્યો છે. ગાંધી જયંતીની રજ્જાનો ફિલ્મને મોટો ફાયદો મળ્યો છે. નેશનલ હોલિડે પર વૉર પ્રથમ દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે. 



3. રીતિક-ટાઇગર YRFની હાઈએસ્ટ ઓપનર
આ ફિલ્મ રીતિક રોશન, ટાઇગર શ્રોફ અને યશરાજ ફિલ્મ્સ માટે વરદાન સાબિત થઈ છે. વૉર ટાઇગર-રીતિકના કરિયરની હાઈએસ્ટ ઓપનર બની ગઈ છે. સાથે યશરાજ બેનરને પણ આ ફિલ્મથી ઈતિહાસ રચવાની તક મળી છે. 


4. સાય રા નરસિમ્હા રેડ્ડી-જોકરની અસર નહીં
વૉરની સાથે પડદા પર સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની સાય રા નરસિમ્હા રેડ્ડી અને હોલીવુડની મોટી ફિલ્મ રિલીઝ થઈ છે. સિનેમાઘરોમાં આવેલી આ બંન્ને ફિલ્મો વોરના રેકોર્ડ પર બ્રેક લગાવી શકી નથી. બંગાળમાં પણ ઘણી બંગાળી ફિલ્મ રિલીઝ થઈ. પરંતુ વોરને મોટી કમાણી કરતા કોઈ રોકી શક્યું નથી. 


5. 2019મા ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
વૉર 2019ની પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. તેણે સલમાન ખાનની ભારત (42.30 કરોડ), મિશન મંગલ (29.16 કરોડ), સાહો (હિન્દી) (24.40 કરોડ) અને કલંક (21.60 કરોડ)ના ફર્સ્ટ ડે કલેક્શનને પછાડી દીધું છે. 



6. લિમિટેડ રિલીઝ છતાં વોરની રેકોર્ડ બ્રેક કમાણી
વૉર ભારતમાં 4000 સ્ક્રીન્સ (હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષા) મળી. ઓવરસીઝમાં આ ફિલ્મ 1350 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ વોરને 5350 સ્ક્રીન્સ મળી છે. 


7. વૉરની ઓસ્ટ્રેલિયામાં પણ બમ્પર ઓપનિંગ
વૉરે ઓસ્ટ્રેલિયાના બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. મિડ વીક રિલીઝ છતાં ઓસ્ટ્રેલિયામાં 2019ની હાઈએસ્ટ ઓપનર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ઓસ્ટ્રેલિયામાં રીતિક રોષનની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. 



8. વોર માટે ટિકિટોનું એડવાન્સ બુકિંગ
વૉરને લઈને લોકોમાં વધુ ક્રેઝ છે. રિલીઝ પહેલા જ ફિલ્મને લઈને ખુબ બઝ બની ગયો છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટા પ્રમાણે, રિલીઝ પહેલા મિડનાઇટ સુધી પીવીઆર, આઈનોક્ષ અને સિનેપોલિસમાં વોરની 4.05 ટિકિટો બુક થઈ હતી.