નવી દિલ્હીઃ હાલમાં આયોજીત થયેલા 65માં ફિલ્મફેર એવોર્ડ્સો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રણવીર સિંહ અને વિક્કી કૌશલને ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત મલ્હારી પર ડાન્સ કરતા જોઈ શકાય છે. બંન્નેએ આ ગીત પર શાનદાર પરફોર્મ કરીને બધાનું દિલ જીતી લીધું છે. 65મો ફિલ્મએર એવોર્ડ્સ શો હાલમાં આસામના ગુવાહાટીમાં આયોજીત થયો હતો અને ઘણા બોલીવુડ કલાકારોએ તેમાં હાજરી આપી હતી. 


આ એક સફળ આયોજન રહ્યું અને બધા કલાકારોએ નક્કી કર્યું કે, આસામનો શો સૌથી રસપ્રદ છે. વિક્કી કૌશલે કરણ જોહરની સાથે મળીને એવોર્ડની યજમાની કરી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં રણવીર સિંહ અને વિક્કી કૌશલને ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત મલ્હારી પર નાચતા જોઈ શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...