નવી દિલ્હી: ભોજપુરી ફિલ્મ જગતના સુપરસ્ટાર પવન સિંહ અને યુટ્યુબ ક્વિન આમ્રપાલી દુબે પહેલીવાર કોઇ ભોજપુરી ફિલ્મમાં એક સાથે જોવા મળશે. આ જોડી અત્યારે જોધપુરમાં જોવા મળી રહી છે. તેઓ ત્યાં નિર્દેશક શશાંક રાયની એક ભોજપુર ફિલ્મ ‘શેર સિંહ’ની શૂટિંગ માટે ગયા છે. બન્ને જોધપુરની તે જ લોકેશન પર શૂટિંગ કરી હ્યા છે જ્યાં બોલીવુડની ઘણી સફળ ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે અહીંયા પવન સિંહ અને આમ્રપાલી દુબેની કેટલાક શ્રેષ્ઠ સીનનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ્રપાલીએ શેર કર્યો વીડિયો
ત્યાં જ, ફિલ્મના સેટ પરથી આમ્રપાલીએ એક વીડિયો બનાવ્યો છે. જેમાં પવન સિંહ તેની સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ સલમાન ખાનના ગીત ‘તેનૂ લે કે મે જાવંગા’ પર પવન સિંહની સાથે પરફોર્મ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા આમ્રપાલીએ લખ્યું છે. ‘પવન સિંહની સાથે ફિલ્મ ‘શેર સિંહ’ના સેટ પર, જોધપુરમાં’. હવે આમ્રપાલીનો આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો છે. હાલમાં જ શૂટિંગ દરમિયાન આમ્રપાલી દુબેએ જણાવ્યું હતું કે ફિલ્મ ‘શેર સિંહ’ તેમના માટે એડવેન્ચરથી કંઇ ઓછુ નથી. પહેલા તેમને બંદુક ચલાવવી પડી અને હવે શૂટિંગ જોધપુરના સુંદર લોકેશન પર ચાલી રહ્યું છે.


 



 


આમ્રપાલીએ કહ્યું કે આ ફિલ્મની સ્ટોરી ઘણી રસપ્રદ છે. તેને એકદમ અલગ કોન્સેપ્ટથી દર્શાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં પવન સિંહ સાથે મારી કેમેસ્ટ્રી લોકોને પરદા પર પસંદ આવશે. મે પહેલા પણ તેમની સાથે એક ગીત ‘રાત દિયા બુતાકે’ કરી ચુકી છું. માટે ત્યારથી પવન સાથે મારી અંડરસ્ટેન્ડિગ ઘણી સારી થઇ ગઇ છે. પવન સિંહએ કહ્યું કે આમ્રપાલી દુબે ભોજપુરી ઇન્ડસ્ટ્રીની શાન છે. અમે આ ફિલ્મની ઘણી સારી રીતે કરી રહ્યા છે અને અમને મજા પણ આવી રહી છે. ગીતો પણ સારા છે અને સાથે અમારી ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવશે.