નવી દિલ્હીઃ નેશનલ એવોર્ડ જીતી ચુકેલા અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીત પહેલા રિલીઝ થઈ ગયા છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. હવે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક ગીત 'ઇક મુલાકાત' રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીતના વીડિયોમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા ખુબ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મના ડાન્સ વાળા ગીત બાદ હવે આ સુરીલા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે જે તમને જરૂર પસંદ આવશે. ગીતને અલ્તમશ ફરીદી અને પલક મુચ્છલે પોતાનો અવાજ આપ્યો છે. ગીતને લખ્યું છે શબ્બીર અહમદ જ્યારે મીત બ્રધર્સે તેનું મ્યૂઝિક આપ્યું છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર