નવી દિલ્હી: બોલીવુડ એક્ટર નવાજુદ્દીન સિદ્દિકી (Nawazuddin Siddiqui)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર (Motichoor Chaknachoor)' નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નવાજુદ્દીનની આ ફિલ્મ પારિવારિક અને બાળકો માટે એક ખાસ ભેટ છે. આ ફિલ્મમાં આથિયા શેટ્ટી (Athiya Shetty) પણ મુખ્ય ભૂમિકામાં હશે. પહેલીવાર નવાજુદ્દીન અને આથિયાને મોટા પડદે જોઇ શકાશે. તો બીજી તરફ આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલીઝ થતાં જ છવાઇ ગયું ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં એક લવ સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે. યૂટ્યૂબ પર અત્યાર સુધી આ ટ્રેલરને 50 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ આ વર્ષે 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોતાની ડેબ્યૂ ફિલ્મ 'હિરો' બાદ આથિયાની ત્રીજી બોલીવુડ ફિલ્મ હશે, જ્યારે પહેલાં તે પોતાની ફિલ્મોમાં પોતાની છાપ છોડવામાં અસફળ રહી છે. (જુઓ Video)



આ ફિલ્મમાં સની લિયોનીનું એક આઇટમ નંબર પણ જોવા મળશે, જેમાં સની નવાજ સાથે ડાન્સ કરતો જોવા મળશે.