જુઓ જ્યારે પ્રિયા પ્રકાશ વોરિયરે લીધી Ranveer Singh સાથે સેલ્ફી
પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની નજરોના ઈશારાથી રાતોરાત દેશમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. હાલમાં પ્રિયાએ પોતાની એક સેલ્ફી રણવીર સિંહની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નવી દિલ્હીઃ મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાસ વારિયર પોતાની આંખોના ઈશારાથી દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. ત્યારથી પ્રિયાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી આવી છે. હાલમાં પ્રિયા ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ સ્ક્રીનિંગને ખાસ કરીને વિકી કૌશલે રાખી હતી. તેની તસ્વીરો પ્રિયાએ પોતાના ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરી છે.
[[{"fid":"199085","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રિયાએ આ તકે પોતાની એક તસ્વીર બોલીવુડ સેન્સેશન રણવીર સિંહની સાથે પણ શેર કરી છે. પ્રિયાની આ તસ્વીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે, તેણે મુંબઈમાં ખુબ આનંદ કર્યો. પ્રિયાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે જેમાં તે રણવીર સિંહની સાથે સેલ્ફી લેતા પોઝ કરી રહી છે.
પ્રિયાએ આ તસ્વીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, આનાથી વધારે હું શું માગી શકું. પ્રિયાએ પોતાના સ્ટોરીમાં વિકી કૌશલને પણ ટેગ કર્યું છે, અને લખ્યું, તે પ્રેમાળ છે. મહત્વનું છે કે, પ્રિયા પ્રકાશ વારિયરે મલયાલમ ફિલ્મ ઓરૂ અદાર લવથી ફિલ્મોમાં પર્દાપણ કર્યું હતું.