Rocky Aur Rani Ki Prem Kahani: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ વર્ષની સુપરહિટ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ હવે ઓટીટી પર ફ્રીમાં સ્ટ્રીમ થઈ રહી છે.  આલિયા-રણવીરની આ ફિલ્મ જોવા માટે તમારી પાસે એમેઝોન પ્રાઈમનું સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. પ્રાઈમ વિડિયો ઈન્ડિયાના બધા જ સબ્સ્ક્રાઇબર્સ માટે આ ફિલ્મનું ફ્રી સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ ફિલ્મ 8 સપ્ટેમ્બરથી જ પ્રાઇમ વિડિયો પર રેન્ટલ સ્ટોર પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ પે-પર-વ્યૂના આધારે તેને જોવા માટે 349 રૂપિયા ચુકવવા પડે તેમ હતા. તેથી લોકો આ ફિલ્મ ફ્રી સ્ટ્રીમ થાય તેની રાહ જોતા હતા. જે રાહ હવે પુર્ણ થઈ છે. 


આ પણ વાંચો:


જે લીલા પેલેસમાં થશે પરિણીતી-રાઘવના લગ્ન ત્યાંની એક પ્લેટની કિંમત સાંભળી ઉડી જશે હોશ


Sunny Deol: ગદર 2 બ્લોકબસ્ટર થતા સની દેઓલને મળી નવી ફિલ્મ, આમિર ખાન સાથે કરશે કામ


પરિણીતી ચોપરાની નેટવર્થ રાઘવ ચઢ્ઢા કરતાં 10 ગણી વધારે, આ રીતે કરે છે કરોડોની કમાણી


રોકી ઔર રાની કી પ્રેમ કહાની આ વર્ષે 28 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભુમિકામાં છે. આ સિવાય આ ફિલ્મમાં જયા બચ્ચન, શબાના આઝમી, ધર્મેન્દ્ર સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. કરણ જોહરે વર્ષોના લાંબા ગાળા બાદ આ ફિલ્મ દ્વારા દિગ્દર્શનમાં કમબેક કર્યું છે. ફિલ્મમાં સંગીત પ્રિતમનું છે.


વર્ષ 2023ની સફળ ફિલ્મોમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ પણ છે. ફિલ્મનું બજેટ 160 કરોડ રૂપિયા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે 150 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.