Salaar Teaser: તાજેતરમાં જ રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ આદિપુરુષને દર્શકો તરફથી ખૂબ જ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો. તેવામાં પોતાના ફેન્સનું દિલ જીતવા માટે પ્રભાસ ફરીથી એકશન અવતારમાં જોવા મળશે. પ્રભાસ આદિપુરુષ પછી સાલાર ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. થોડી મિનિટોના ટીઝરમાં પ્રભાસ જોરદાર એક્શન સીકવન્સ કરતો જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટીઝર શેર થયાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. સાલાર ફિલ્મનું ટીઝર જોઈને પ્રભાસના ચાહકો એક્સાઇટેડ થઈ ગયા છે. સાલાર ફિલ્મનું ડાયરેક્શન કેજીએફ ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે જ કર્યું છે. એટલું જ નહીં કેજીએફની ટેકનીકલ ટીમ પણ આ ફિલ્મ સાથે જોડાયેલી છે.


આ પણ વાંચો: 


SRK એ વગાડ્યો ડંકો Jawan અને Dunki ફિલ્મે રિલીઝ પહેલા કરી 480 કરોડની કમાણી


પહેલીવાર રણવીર-દીપિકા અને રામ ચરણ શેર કરશે સ્ક્રીન, ટીઝરે વધારી લોકોની ઉત્સુકતા


Jawan Trailer: ઈંતેઝારનો અંત.. આ દિવસે રિલીઝ થશે શાહરુખ ખાનની ફિલ્મ Jawan નું ટ્રેલર


સાલાર ફિલ્મનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું છે તેના માટે 14 સેટ બનાવવામાં આવ્યા છે. સાલારનો આ પહેલો ભાગ હશે. સાલાર ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન અને જગદીશ બાબુ જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ તેલગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે.


સાલાર ફિલ્મના ટીઝરની શરૂઆત ટીનુ આનંદથી થાય છે અને પછી પ્રભાસની દમદાર એન્ટ્રી દેખાડવામાં આવે છે. ટીઝરમાં પ્રભાસ ક્યારેક તલવાર તો ક્યારેક બંધુકથી પોતાના દુશ્મનોને મારતો જોવા મળે છે. આ ફિલ્મમાં પણ બાહુબલી અને કેજીએફની જેમ હાઈ લેવલ વીએફએક્સનો ઉપયોગ થયો છે.



આ ફિલ્મ 6 જુલાઈ સવારે 5.12 મિનિટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ શરૂ થઈ છે. લોકોમાં ચર્ચા છે કે આ ફિલ્મ અને કેજીએફ વચ્ચે ખાસ કનેક્શન છે. તેનું કારણ છે કે કેજીએફના એક સીનમાં રોકી ભાઈ જ્યારે સમુદ્રમાં જહાજ પર હુમલો કરે છે તો તેની ઘડિયાળમાં જે ટાઈમ દેખાડવામાં આવ્યો હતો તે ટાઈમ પર સાલારનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.