નવી દિલ્હી : બૉલિવુડથી હૉલિવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચુકેલી પ્રિયંકા ચોપડાની (Priyanka Chopra) આગામી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું (The Sky Is Pink)' ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું હતું. ચારોતરફ ફિલ્મના ટ્રેલરના વખાણ અત્યાર સુધી થઇ રહ્યું છે. બીજી તરફ ફિલ્મનું પહેલું ગીત દિલ હી તો હે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરની જેમ જ હવે ધ સ્કાઇ ઇઝ પિંકનું પહેલુ સોંગ દિલ હી તો હે પણ સોશિયલ મીડિયા પર રિલીઝ થતા જ છવાઇ ચુક્યું છે. આ ગીતમાં ફરહાન અખતરની સાથે પ્રિયંકા ચોપડાની કેમેસ્ટ્રી ખુબ જ જામી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા
આયેશા ચૌધરીના જીવન પર આધારિત છે ફિલ્મ
Zee Music Company દ્વારા Youtube પર રિલીઝ કરવામાં આવેલું આ ગીત અત્યાર સુધી લાખો લોકો જોઇ ચુક્યા છે. આ ગીતમાં અરિજીત સિંહ અને અંતરા મિત્રાએ પોતાનો અવાજ આપ્યો છે અને લિરિક્સ પ્રિતમનાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)'  મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીનાં જીવન પર આધારિત ફિલ્મ છે, આયશાને પલ્મનરી ફાઇબરોસિસ (Pulmonary Fibrosis) થી ગ્રસીત હતી.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ શિવસેનાએ આપ્યું મોટું નિવેદન 
એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
પ્રિયંકા અને ફરહાજે ફિલ્મમાં આયશાના પેરેંટ્સની ભુમિકા નિભાવી છે. પ્રયંકા અદિતી ચૌધરી અને ફરહાન અખ્તર (Farhan Akhtar) નિરેન ચૌધરીનાં પાત્રમાં જોવા મળી રહ્યા છે. જ્યારે જાયરાએ આયશાનું પાત્ર નિભાવ્યું છે. આ ફિલ્મને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra), સિદ્ધાર્થ રૉય કપૂર અને રૉની સ્ક્રૂવાલાએ મળીને પ્રોડ્યુસ કર્યા છે. ફિલ્મ 11 ઓક્ટોબરે  રિલીઝ થશે.