નવી દિલ્હી: બોલીવુડને 'આંખ મારે', 'ઓ સાકી', 'દિલબર' અને 'કાલા ચશ્મા' સહિતના અન્ય હિટ સોન્ગ આપનાર સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સને ભાગ્યે જ ચૂકવવામાં આવે છે. લોકપ્રિય સિંગરે આઇએએનએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને બોલીવુડમાં સોન્ગ માટે એકપણ પૈસા મળતા નથી. તેમને લાગે છે કે જો એક સુપર હિટ સોન્ગ આવશે, તો સિંગર શોના માધ્યમથી કમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 વર્ષીય સિંગરે કહ્યું, મને લાઈવ કોન્સર્ટ અને અન્ય સ્થળ પરથી સારા પૈસા મળી જાય છે, પરંતુ બોલીવુડમાં એવું નથી. અમને સોન્ગ ગાવવા માટે પૈસા ચુકવવામાં આવતા નથી.


કામની વાત કરીએ તો, નેહા રેપર યો યો હની સિંહની સાથે એક સોન્ગ 'માસ્કો સુકા'માં તેનો આવાજ આપ્યો હતો. સોન્ગ પંજાબી અને રૂસી ભાષાનું મિશ્રણ છે અને તેનો રૂસી ભાગ એકાતેરિના સિજોવાએ ગાયું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube