બહેન અનીશાને લઈને ભાવુક થઈ દીપિકા પાદુકોણ, બોલી- `બંડલ ઓફ જૉય`
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બહેન અનીશાની સાથે જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ સંબંધોની દુનિયામાં બે બહેનોનો સંબંધ ખુબ મધુર હોય છે. લગભગ તેથી બે બહેનો વચ્ચે ઝગડો થાય તો પણ તેમાંથી પ્રેમ છલકાય છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેની બહેન અનીશા પાદુકોણનો સંબંધ પણ કંઇક એવો જોવા મળી રહ્યો છે. હાલમાં બહેનની સાથે ટેનિસ મેચ જોવા પહોંચેલી દીપિકાએ પોતાના ઇમોશનને સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અનીશા સાથે ખુબ ભાવુક જોવા મળી રહી છે. આ ફોટોની સાથે દીપિકાએ પોતાની બહેન અનીશા પાદુકોણ માટે એક મેસેજ પણ લખ્યો છે. જુઓ તે તસ્વીર.....
દીપિકા બહેન અનીશા સાથે રવિવારે લંડનમાં બિમ્બલ્ડનની ફાઇનલ જોવા માટે પહોંચી હતી. દીપિકાએ વધુ એક તસ્વીર શેર કરી છે, જેમાં બંન્ને બહેનો લગ્ઝરી બ્રાન્ડ રાલ્ફ લોરેનના વાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
તેના કેપ્શનમાં દીપિકાએ લખ્યું, 'રમતના ઈતિહાસમાં સૌથી ઐતિહાસિક ક્ષણમાથી એકના રૂપમાં જેને યાદ કરવામાં આવશે આ બંડલ ઓફ જોયની સાથે તેની સાક્ષી બની.'
વાંચો બોલીવુડના અન્ય સમાચાર