તે બિમારી જેના કારણે `બપ્પી દા` નું મોત થયું, જાણો શું છે તેના લક્ષણ અને બચવાનો ઉપાય
ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે ઓએસએ ઊંઘ સંબંધિત શ્વાસની વિકૃતિ છે. આ રોગ સામાન્ય રીતે વધારે વજનને કારણે થાય છે. OSA થી શરીરમાં બી.પી અને સ્ટ્રોકની સમસ્યા ઉભી થાય છે.
નવી દિલ્હી: 69 વર્ષીય બપ્પી લહેરીએ 15 ફેબ્રુઆરીની રાત્રે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે બપ્પી લહેરી અનેર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા. તેમને ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામનો રોગ થયો હતો.
શું છે ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા?
ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે ઓએસએ ઊંઘ સંબંધિત શ્વાસની વિકૃતિ છે. આ રોગ સામાન્ય રીતે વધારે વજનને કારણે થાય છે. OSA થી શરીરમાં બી.પી અને સ્ટ્રોકની સમસ્યા ઉભી થાય છે.
OSA ને કારણે થયું મોત
સરળ ભાષામાં કહીએ તો, સ્લીપ એપનિયામાં સૂતી વખતે ફેફસામાં હવાનો પ્રવાહ બંધ થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, પ્રખ્યાત ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું મધ્યરાત્રિના થોડા સમય પહેલા ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા (OSA) ના કારણે મૃત્યુ થયું હતું.
શુ છે આ બીમારીનું લક્ષણ?
- જોરથી નસકોરા
- શ્વાસ માટે હાંફવું
- શુષ્ક મોં અથવા ગળું
- હાઈ બ્લડ પ્રેશર
- ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
- દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ
કેવી રીતે કરી શકો છો તેની સારવાર?
તેની સારવાર માટે CPAP જે એક માસ્ક જેવું મશીન હોય છે, તેનો ઉપયોગ કરી શકાય છે. આ મશીન (CPAP મશીન) તમારા મોંમાં ફિટ થઈ જશે અને જીભ અને પેશીઓને વાયુમાર્ગ પર પડતા અટકાવશે જેથી તમને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
વજન ઘટાડવાની શ્રેષ્ઠ રીત
તેનો કાયમી ઉપચાર વજન ઘટાડવાનો છે. સાથે આ રોગમાં રોજિંદી વ્યાયામ (યોગ) પણ ઘણી અસર કરી શકે છે. આ સિવાય તાળવું કે ગળામાંથી વધારાની પેશી કાઢવાની સર્જરીથી પણ આ રોગમાંથી છુટકારો મેળવી શકાય છે.