કોરોના વાયરસની મહામારી સમગ્ર દુનિયામાં લડત આપી રહી છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પીએમ મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનને બોલિવુડ સ્ટારથી લઈને તમામ દેશવાસીઓ પૂરેપુરૂ સમર્થન આપી રહી છે. ત્યારે આવા સમયે ગુજરાતની એક એભિનેત્રી ઘરમાં રહીને લોકડાઉનને સમર્થન આપી રહી છે. ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ સેલ્ફ ક્વોરન્ટાઇન સમયનો સારો ઉપયોગ કરતા કહ્યું કે, ‘એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું.’ ખુશી શાહ જે છેલ્લે સુપરહિટ ફિલ્મ અફરા તાફરીમાં જોવા મળી હતી તે હાલમાં ઘરે રહીને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને લોકડાઉનને સમર્થન આપી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશી શાહ દરરોજ અવનવી વાનગીઓ બનાવીને રસોઈ કળા પર હાથ અજમાવી રહી છે. ફક્ત રસોઈ જ નહીં પરંતુ ઘરે રહીને પણ ખુશી શાહ તેના વર્કઆઉટ સેસન્સથી આપણને ફિટનેસ ગોલ પણ આપી રહી છે. આ ઉપરાંત ખૂશી શાહ હાલ તેના તેના ઘરે રામાયણ, મહાભારત સહિત તેની અન્ય મનપંસદ મૂવીઝની પણ મજા માણી પોતાનો સમય પસાર કરી રહી છે.


ખુશી શાહે જણાવ્યું હતું કે, પોતાની જાતે બનાવેલા ભોજનની મજા જ જાણે કંઇક અલગ હોય છે. આ લોકડાઉનના સમયમાં હું, મારી જાતને રસોઈ કરવામાં, વાંચનમાં, ડાન્સ શીખવામાં, મૂવી જોવામાં સહિતની અન્ય ઘણી બધી પ્રવૃતિઓમાં વ્યસ્ત રાખું છું. એક અભિનેત્રી તરીકે હું નવું શીખવા અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું. બધાને ઘરે રહેવા વિનંતી છે. આ લોકડાઉનનો સમય કંઇક નવું શીખવા, ખુશ રહેવા તેમજ સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરો. જે તમારો સમય પસાર કરવાનું સરળ બનાવે તેવી કોઇ મનપસંદ પ્રવૃતિ કરો.


ખુશી શાહ સોશિયલ મીડિયા પર એક મોટો ફેન બેઝ માણે છે. અભિનેત્રીના દિલચસ્પ ટિકટોક વીડિયોઝ અને તેની નોંધપાત્ર અભિનય કુશળતા ખૂબ લોકપ્રિય છે.ખુશી શાહ પાસે હાલ 3 પ્રોજેક્ટ્સ લાઇનમાં છે જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube