નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દ્વારા અનેક કલાકારોએ લોકોના હ્રદયમાં એક ખાસ જગ્યા બનાવી છે. આમ તો આ યાદીમાં ઘણા બધાના નામ છે પરંતુ બબીતાજી તો માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ દેશના અનેક યુવાઓનો પણ ક્રશ છે. બબીતાજીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. પરંતુ અનેકવાર અભદ્ર કમેન્ટનો પણ સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષથી ચાલે છે શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાંથી એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શોને 12 વર્ષથી વધુ વીતી ગયા છે. જેઠાલાલ ગડા, દયા ગડા, અને અન્ય અનેક પાત્રો લોકોમાં ખુબ જ મશહૂર થઈ ગયા છે. 


બબીતાજીના વીડિયો થઈ જાય છે વાયરલ
આ શોમાં બબીતાજીનું પાત્ર પણ ખુબ જ લોકપ્રિય છે. શોમાં તે ખુબ પ્રભાવશાળી પાત્રોમાંથી એક છે. આ જ કારણ છે કે તેની ખુબ પ્રશંસા થાય છે. આ પાત્ર મુનમુન દત્તા ભજવી રહી છે. અત્રે જણાવવાનું કે મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે. તેના ફોટા અને વીડિયો પળભરમાં વાયરલ થઈ જાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube