નવી દિલ્હી: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 14 જૂનના મુંબઇમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો તેના પરિવાર, મિત્રો અને ચાહકોના મનમાં ઉઠી રહ્યાં છે. તમામ લોકો માત્ર આ જાણવા મા.ગે છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી, જો કે, મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે પટનામાં આ મામલે એફઆઇઆર નોંધાયા બાદ બિહાર પોલીસ પણ ઘણી એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંતની બહેને ફરીથી PM Modi પાસે માંગી મદદ, આ વખતે લોકમાન્ય તિલકનો કર્યો ઉલ્લેખ


તમને જણાવી દઇએ કે, સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી પર બ્લેક મેજીક કરવાનો પણ આરોપ લગાવ્યો છે. હવે સામાચાર મળી રહ્યાં છે કે, પૂજાના નામ પર સુશાંત સિંહના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા નિકાળવામાં આવ્યા હતા. પંડિતને પૈસા આપવાથી લઇને પૂજાની સામગ્રી ખરીદવા સુધીનો ઉલ્લેખ સ્ટેટમેન્ટમાં કરવામાં આવ્યો છે. તો આવો તમને જણાવીએ કે, પૂજાના નામ પર સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટમાંથી ક્યારે-ક્યારે અને કેટલા રૂપિયા નિકાળવામાં આવ્યા.


આ પણ વાંચો:- Sushant Suicide Case: બિહારના DGPએ રિયા ચક્રવર્તી વિશે આપ્યું મોટું નિવેદન


14 જુલાઇ 2019: 45000
22 જુલાઇ 2019: 55,000 અને 36,000
2 ઓગસ્ટ 2019: 86,000
8 ઓગસ્ટ 2019: 11,000
15 ઓગસ્ટ 2019: 60,000





આ પણ વાંચો:- બિહાર પોલીસે કર્યો સુશાંત સિંહના મોતનો સીન રીક્રિએટ, મળી આ મહત્વની જાણકારી


તમને જણાવી દઇએ કે, ત્યારબાદ ફરી સુશાંતના મુંબઇઇ સ્થિત ઘરમાં કોઇ પૂજા થઇ નહીં. ત્યારે બીજી તરફ આ મામલે તપાસ કરવા મુંબઇ ગયેલી બિહાર પોલીસની એક ટીમ સતત આ વાત કરતી જોવા મળી રહી છે કે, તપાસમાં મુંબઇ પોલીસ તેમની મદદ કરી રહી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube