નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા ઈમરાન ખાન (Imran Khan) તે લોકોમાંથી એક છે, જેમણે અભિનેત્રી જૂહી ચાવલાને પ્રપોઝ કર્યું છે. જી હા! આ સાંભળીને તમે પણ ચોંકી જશો, પરંતુ આ વાતને વર્ષો પછી અભિનેત્રીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. ખરેખર, આ કિસ્સો જુહી ચાવલાએ ઇમરાન ખાન (Imran Khan)ના જન્મદિવસના અવસર પર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુહીનો સૌથી નાનો પ્રેમી
ઈમરાન ખાનને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે જુહી ચાવલા (Juhi Chawla) એ આમિર ખાન (Aamir Khan)ના ભત્રીજા વિશે જ્યારે તેઓ 6 વર્ષના હતા ત્યારનો એક સુંદર પ્રસંગ શેર કર્યો છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે ઈમરાને જૂહીને 6 વર્ષની ઉંમરે પ્રપોઝ કર્યું હતું અને મજાકમાં કહ્યું હતું કે તે તેનો સૌથી નાનો બોયફ્રેન્ડ છે.


ભારતમાં કોરોનાની સ્પીડ વધી, આજે આંકડો છે ડરામણો!

ઈમરાનને નિભાવી હતી મહત્ત્વની ભૂમિકા
તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને ફિલ્મ 'કયામત સે કયામત તક'માં આમિર ખાનના બાળપણનો રોલ કર્યો હતો. તેમણે બાળ કલાકાર તરીકે 'જો જીતા વહી સિકંદર'માં પણ અભિનય કર્યો હતો. અભિનેતાએ જેનેલિયા દેશમુખની સામે ફિલ્મ 'જાને તુ... યા જાને ના' માં હીરો તરીકે ડેબ્યુ કર્યું હતું. બાદમાં તેણે 'લક', 'આઈ હેટ લવ સ્ટોરીઝ', 'દિલ્હી બેલી', 'મેરે બ્રધર કી દુલ્હન' અને 'એક મેં ઔર એક તુ' જેવી બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ઈમરાન છેલ્લે ઓન-સ્ક્રીન રોમ-કોમ 'કટ્ટી બટ્ટી'માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો.


કોરોનાથી ભારતમાં ફરીથી વરસી શકે છે બીજી લહેર જેવો કહેર: UNની ડરામણી ચેતવણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube