કરીના બાથરૂમમાં લગાવતી હતી સલમાનનું પોસ્ટર, પણ આ કારણસર ફાડીને ફેંકી દીધુ હતું
સલમાન ખાનની જ્યારે `મૈને પ્યાર કિયા` રિલીઝ થઈ હતી. તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. ફિલ્મની સફળતાએ સલમાન ખાનને મોટા સ્ટાર બનાવી દીધા હતા. કરીના કપૂર પણ તેમના પર ફીદા હતી. એટલે સુધી કે તેણે તેના બાથરૂમમાં પણ સલમાન ખાનના પોસ્ટર લગાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કઈક એવું થયું કે કરીના કપૂરે સલમાન ખાનના પોસ્ટર ફાડી નાખ્યા.
સલમાન ખાનની જ્યારે 'મૈને પ્યાર કિયા' રિલીઝ થઈ હતી. તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. ફિલ્મની સફળતાએ સલમાન ખાનને મોટા સ્ટાર બનાવી દીધા હતા. કરીના કપૂર પણ તેમના પર ફીદા હતી. એટલે સુધી કે તેણે તેના બાથરૂમમાં પણ સલમાન ખાનના પોસ્ટર લગાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કઈક એવું થયું કે કરીના કપૂરે સલમાન ખાનના પોસ્ટર ફાડી નાખ્યા અને બીજા અભિનેતાના પોસ્ટર લગાવ્યા. આ વાતનો ખુલાસો સલમાન ખાને પોતે એકવાર પોતાના શો 'દસ કા દમ'માં કર્યો હતો. સલમાને જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા હતા.
સલમાન ખાને પોતાની કરિયરમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંને બહેનો સાથે કામ કરેલું છે. સલમાન ખાને કરિશ્મા સાથે જુડવા, અંદાજ અપના અપના, જીત જેવી ફિલ્મો કરી હતી. ત્યારે કરીના શાળામાં ભણતી હતી. સલમાને કરીના સંલગ્ન એક કિસ્સો સંભળાવ્યો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube