Video: પાર્ટીમાં નાચતી વખતે રણવીરનું અચાનક વચ્ચેથી પેન્ટ ફાટી ગયું, દીપિકાએ બચાવ્યો
બોલીવુડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશા પોતાની શાનદાર કેમિસ્ટ્રીના કારણે ચર્ચામાં રહે છે. લોકોના દિલ જીતે છે. ઓન સ્ક્રિન હોય કે ઓફ સ્ક્રિન બંનેની આંખોમાં એક બીજા માટે પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. શું તમે જાણો છો એકવાર રણવીર સિંહ પોતાની વિચિત્ર ફેશનના કારણે પાર્ટીમાં અધવચ્ચે Oops મૂમેન્ટનો ભોગ બન્યો હતો અને તે દરમિયાન પત્ની દીપિકા પાદુકોણે પોતાની સ્માર્ટનેસથી હાલાત સંભાળ્યા હતા.
નવી દિલ્હી: બોલીવુડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશા પોતાની શાનદાર કેમિસ્ટ્રીના કારણે ચર્ચામાં રહે છે. લોકોના દિલ જીતે છે. ઓન સ્ક્રિન હોય કે ઓફ સ્ક્રિન બંનેની આંખોમાં એક બીજા માટે પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. શું તમે જાણો છો એકવાર રણવીર સિંહ પોતાની વિચિત્ર ફેશનના કારણે પાર્ટીમાં અધવચ્ચે Oops મૂમેન્ટનો ભોગ બન્યો હતો અને તે દરમિયાન પત્ની દીપિકા પાદુકોણે પોતાની સ્માર્ટનેસથી હાલાત સંભાળ્યા હતા.
કપિલ શર્માના શોમાં દીપિકાએ કર્યો ખુલાસો
વાત જાણે એમ હતી કે દીપિકાએ પોતે એક એવો કિસ્સો સંભળાવ્યો કે જાણીને દરેક સ્તબ્ધ થઈ ગયા. કપિલ શર્મા શોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દીપિકાએ રણવીર સિંહ સાથે ઘટેલા આ અજીબ કિસ્સાને શેર કર્યો હતો. આ વીડિયોમાં દીપિકાએ જણાવ્યું કે કેવી રીતે નાચતા નાચતા પાર્ટીમાં રણવીર સિંહનું પેન્ટ ફાટી ગયું અને દીપિકાએ આ ઓકવર્ડ સ્થિતિમાંથી રણવીરને બહાર કાઢ્યો હતો.
પાર્ટીમાં ફાટી ગયું પેન્ટ
આ વીડિયોમાં દીપિકાએ જણાવ્યું કે આ કિસ્સો ત્યારનો છે જ્યારે તે બંને બાર્સિલોનો એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયા હતા. તે કહે છે કે રણવીર કઈક લૂઝ જેવું પેન્ટ પહેર્યું હતું અને તે અજીબ ડાન્સ સ્ટેપ કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક પાર્ટીમાં અધવચ્ચે તેનું પેન્ટ ફરરરર કરીને ફાટી ગયું. ત્યારે મે મારી બેગમાંથી સોઈ દોરો કાઢ્યો. બધા ડાન્સ કરી રહ્યા હતાં અને પાર્ટીમાં વચ્ચે હું તેનું પેન્ટ સીવી રહી હતી.
Anupamaa: 'અનુપમા' માં આવશે આ 5 ધમાકેદાર ટ્વિસ્ટ, આ દમદાર અભિનેતાની થશે એન્ટ્રી
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા....સેટથી આવ્યા એક માઠા સમાચાર
UP: 20થી 25 એપ્રિલ વચ્ચે ચરમ સીમાએ હશે કોરોનાનો પ્રકોપ, જાણો ક્યારથી ઓછા થવા લાગશે કેસ
Coronavirus: Kumbh Mela માંથી પાછા ફરેલા લોકો માટે દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube