Bollywood News: કેમેરા, શૂટિંગ, ફિલ્મો અને માયાનગરીનું ગ્લેમર લાગે તેટલું ચમકદાર નથી. ઘણી વખત અભિનેત્રીને ઘણું સહન કરવું પડે છે અને ખરાબ દિવસોમાંથી પણ પસાર થવું પડે છે. સયાની ગુપ્તાએ કંઈક આવું જ શેર કર્યું છે. અભિનેત્રી સયાની ગુપ્તાએ જણાવ્યું કે, કેવી રીતે એકવાર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. કિસિંગ સીન શૂટ થઈ રહ્યો હતો, પરંતુ સીન પૂરો થઈ ગયો હતો અને ડિરેક્ટરે કટ પણ કહી દીધું હતું, પરંતુ એક્ટર હજી પણ તેને કિસ કરતો રહ્યો. એ ડરામણી વાત તે આજ સુધી ભૂલી શકી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રેડિયો નશા'ને આપેલા ઈન્ટરવ્યુમાં સયાની ગુપ્તાએ સેટ પર ઈન્ટિમસી વિશે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, સમય બદલાયા બાદ ઘણી વસ્તુઓ સુધરી રહી છે. હવે ઈન્ટીમેટ સીન કે બોલ્ડ સીન શૂટ કરતી વખતે સેટ પર ઈન્ટીમસી કોર્ડિનેટર અને ડાયરેક્ટર હોય છે. તેઓ ખૂબ જ પ્રોફેશનલી શૂટ થાય છે.


બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી


સયાની ગુપ્તાએ શૂટિંગનો એક્સપીરિયન્સ જણાવ્યો
પરંતુ એકવાર તેની સાથે એક વખત એવો કિસ્સો બન્યો હતો જે તે આજ સુધી ભૂલી શકી નથી. સયાની ગુપ્તાએ કહ્યું કે, 'હું ઈન્ટીમેસીને લઈ આખું પુસ્તક લખી શકું છું. પરંતુ હવે હું આભારી છું કે અમારા પ્રોફેશનમાં હવે એન્ટીમેસી કોર્ડિનેટર હોય છે. મેં 2013માં માર્ગરીટા વિથ અ સ્ટ્રો ફિલ્મમાં કામ કર્યું હતું. કેટલાક લોકોનું કહેવું છે કે, ઈન્ટીમેટ સીન કરવું સરળ હતું કારણ કે તે ખૂબ જ ટેક્નિકલ રીતે કરવામાં આવે છે. પરંતુ તેની આડમાં કેટલાક લોકો તેનો ફાયદો પણ ઉઠાવે છે..'


કટ કહ્યા પછી પણ એક્ટર કરતો રહ્યો કિસ
એક્ટ્રેસે વધુમાં કહ્યું કે, 'મેં તે ફેસ કર્યું છે. એકવાર એક એક્ટર કટ કહ્યા પછી પણ કિસ કરતો રહ્યો હતો. હું હેરાન હતી. ક્યારેક-ક્યારેક આ વસ્તુઓ બહુ નાની લાગે છે પરંતુ એવું હોતું નથી. આ ખૂબ જ અભદ્ર વર્તન હતું.


અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો


એક્ટર્સની સુરક્ષા અંગે કરી વાત
આ સિવાય તેમણે સેટ પર એક્ટર્સની સુરક્ષા અંગે પણ વાતચીત કરી હતી. તેમણે તેની હિટ સિરીઝ ફોર મોર શોટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'ગોવામાં એક સીન થવાનો હતો. જ્યાં મેં શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને દરિયા કિનારે સૂવાનું હતું. ત્યારે હું ખૂબ જ અનકન્ફર્ટેબલ મહેસૂસ કરી રહી હતી. ત્યાં 70થી વધુ લોકો ઉભા હતા. ઘણી વખત એવું પણ હોય છે જ્યાં એક્ટરની સુરક્ષા પણ મહત્વની હોય છે.'