Malaika Arora Latest News: મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચાર સમયાંતરે આવતા રહે છે. થોડા મહિનાઓ પહેલા તેમના બ્રેકઅપના સમાચાર વહેતા થયા હતા, પરંતુ પછી અર્જુને પોતે જ બધી અફવાઓ પર ખુલાસો કર્યો હતો. આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. બે દિવસથી મીડિયામાં તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યા બાદ તેઓ આગળ વધવા માટે તૈયાર છે. બંને જે રીતે પોસ્ટ કરી રહ્યા હતા તે જ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ હવે અર્જુને મલાઈકાની પોસ્ટ પર કોમેન્ટ કરીને મામલો થાળે પાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલાઈકાની પોસ્ટ પર અર્જુનની કોમેન્ટ
વાસ્તવમાં આજે ઈન્ટરનેશનલ ડોગ ડેના અવસર પર મલાઈકાએ એક સુંદર વીડિયો પોતાના Pet Casper સાથે એક સુંદર વીડિયો  શેર કર્યો છે, જેમાં મલ્લા પોતાના ડોગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો પર અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે, તે પણ એક નહીં પરંતુ 2. અર્જુને પહેલી કોમેન્ટમાં લખ્યું- આ તમારા જીવનનો અસલી સ્ટાર છે. પછી બીજી કોમેન્ટમાં લખ્યું- હેન્ડસમ બોય.



આ સિવાય મલાઈકાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર કંઈક શેર કર્યું છે જે સંકેત આપે છે કે બંને હજુ પણ સાથે છે. એક પોસ્ટમાં તેણે બે સનગ્લાસની તસવીર શેર કરી છે, જેમાં એક અર્જુન કપૂરની હોવાનું કહેવાય છે.


કુશા કપિલા સાથે જોડવામાં આવી રહ્યું હતું નામ
અર્જુન કપૂરનું નામ છેલ્લા કેટલાક સમયથી યુટ્યુબ સ્ટાર કુશા કપિલા સાથે જોડાઈ રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ કારણે તેમનું મલાઈકા સાથે બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ કુશાએ સ્પષ્ટ કર્યું કે એવું કંઈ નથી, અર્જુન અને મલાઈકા વિશે વાત કરતાં બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.