Taarak Mehta: શું આ કારણે તારક મહેતામાં `દયાબેને` છોડી દીધો હતો શો? ભૂમિકા જ બની હતી સમસ્યારૂપ
TMKOC Dayaben Left Show Reason: અગાઉના એક ઈન્ટરવ્યુ દરમિયાન દિશા વાકાણીએ કહ્યું હતું કે તેણે પોતાના પાત્રનો અવાજ જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જો તમે આ શો જોયો હશે તો ખબર પડશે કે દયાના પાત્રનો અવાજ એકદમ અલગ છે.
TMKOC Dayaben Left Show Reason: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશની એક મુખ્ય કોમેડી સીરિયલ છે અને છેલ્લા 14 વર્ષથી ટીઆરપીના અનેક રેકોર્ડ બન્યા છે. આ શોના તમામ પાત્રોની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. આ ભૂમિકામાં દયાબેનનું નામ જરૂર લેવામાં આવે છે અને જો તમે શો જોયો હોય તો તમને ખબર હશે કે દયાબેનની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી દિશા વાકાણીએ શોને છોડી દીધો છે. આ શોના પ્રશંસકો આજે પણ દયાબેનના પાત્રને ખુબ જ મિસ કરી રહ્યા છે અને ક્યારે પાછા ફરશે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજે અમે તમને એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ કે દિશાએ આખરે આ શો કેમ છોડ્યો હતો.
શું આ કારણથી દયાબેનને છોડ્યો હતો શો?
દિશા વાકાણી, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી, એટલા માટે શોને છોડીને ચાલ્યા ગયા હતા કારણ કે તે માતા બનવાની હતી અને તેમણે મેટરર્નિટી લીવ લીધી હતી. પરંતુ આ વાતને પણ ઘણો સમય થઈ ગયો અને દિશાએ શો કેમ છોડ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી. દિશાનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે શો છોડવાનું કારણ જણાવ્યું છે.
'દયાબેન'નું પાત્ર જ બની ગયું હતું સમસ્યારૂપ
અગાઉના એક ઈન્ટરવ્યુ દરમિયાન દિશા વાકાણીએ કહ્યું હતું કે તેણે પોતાના પાત્રનો અવાજ જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જો તમે આ શો જોયો હશે તો ખબર પડશે કે દયાના પાત્રનો અવાજ એકદમ અલગ છે. દિશાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ વિચિત્ર અવાજને કારણે તેને ઘણીવાર ગળામાં તકલીફ થતી હતી, પરંતુ ભગવાનની કૃપાથી તેણે સફળતાપૂર્વક આ પાત્ર ભજવ્યું છે અને લોકોએ તેને પસંદ કર્યું છે. બની શકે છે કે આના કારણે દિશા પાછળથી શોમાં પાછી ફરી ન હોય.
તમને જણાવી દઈએ કે આ કારણને શો છોડવાનું કારણ કહી શકાય કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં શોમાં દયાબેનનું પાત્ર કોઈ ભજવી રહ્યું નથી અને નિર્માતાનું કહેવું છે કે શોમાં 'દયાબેન'નું પાત્ર ટૂંક સમયમાં પરત આવી શકે છે.
જુઓ આ પણ વીડિયો:-