નવી દિલ્હી: હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુ (Shriram Lagoo) નું 92 વર્ષની વયે 17 ડિસેમ્બરના રોજ પુણેમાં નિધન થઈ ગયું હતું. અનેક કલાકારોએ શ્રીરામ લાગુને પોત પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ માધુરી દીક્ષિત (Madhuri Dixit)  તો શ્રદ્ધાંજલિ આપીને ટ્રોલ થઈ ગઈ. વાત જાણે એમ છે કે માધુરીએ શ્રીરામ લાગુના નિધનના બે દિવસ બાદ એટલે કે 19 ડિસેમ્બરે શ્રદ્ધાંજલિ આપી. તેણે ટ્વીટર પર લખ્યું કે હાલ જ સાંભળ્યું કે અભિનેતા શ્રીરામ લાગુજીનું નિધન થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ત્યારબાદ તો જાણે સોશિયલ મીડિયામાં માધુરીને ટ્રોલ કરતી ટ્વીટનો સેલાબ આવી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક યૂઝરે લખ્યું કે તમે ખુબ ધીમા છો મેમ, તો એક યૂઝરે લખ્યું કે ત્રીજા દિવસે ખબર પડી. એક યૂઝરે જો કે માધુરીને સપોર્ટ કરતા લખ્યું કે તેઓ ખુબ વ્યસ્ત રહે છે અને સાતેય દિવસ 24 કલાક ટ્વીટર પર ઉપલબ્ધ રહી શકતા નથી. મોટા ભાગના યૂઝર્સ આ ટ્વીટર પર શ્રીરામ લાગુને શ્રદ્ધાંજલિ આપતા નજરે ચડ્યાં. 


અત્રે જણાવવાનું કે શ્રીરામ લાગુના નિધન પર ઋષિ કપૂરે લખ્યું હતું કે - શ્રદ્ધાંજલિ, સહજ કલાકારોમાં સામેલ ડો.શ્રીરામ લાગુ આપણને છોડીને જતા રહ્યાં. તેમણે અનેક ફિલ્મો કરી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે છેલ્લા 25-30 વર્ષોથી તેમની સાથે કામ કરવાની તક ન મળી. તેઓ પુણેમાં રિટાયર્ડ જીવન ગાળતા હતાં. ડો.સાહેબને ખુબ પ્રેમ.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube