માતા કૃષ્ણા રાજની પ્રાર્થના સભામાં એવું તો શું થયું કે, ગુસ્સે થયા રણધીર કપૂર
કહેવાય છે કે, જ્યારે કોઈની લાગણી ભાવનાત્મક રીતે દુભાય છે, ત્યારે વ્યક્તિ ચિઢાઈ જાય છે. તેમાં જો વાત માતાને ગુમાવવાની હોય તો પછી સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય વ્યક્તિ, બધા એક જેવા જ બની જાય છે. મંગળવારે બોલિવુડના કપૂર પરિવારના બધા સદસ્યોને મોટો ધક્કો લાગ્યો હતો. તેમના પરિવારની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ અને રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયું હતું. બે દિવસ બાદ ગુરુવારે રાજ કપૂરની પ્રાર્થના સભા ગુરુવારે યોજાઈ હતી. જેમાં તેમના રણધીર કપૂર ગુસ્સે થયેલા જોવા મળ્યા હતા.
નવી દિલ્હી : કહેવાય છે કે, જ્યારે કોઈની લાગણી ભાવનાત્મક રીતે દુભાય છે, ત્યારે વ્યક્તિ ચિઢાઈ જાય છે. તેમાં જો વાત માતાને ગુમાવવાની હોય તો પછી સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય વ્યક્તિ, બધા એક જેવા જ બની જાય છે. મંગળવારે બોલિવુડના કપૂર પરિવારના બધા સદસ્યોને મોટો ધક્કો લાગ્યો હતો. તેમના પરિવારની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ અને રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયું હતું. બે દિવસ બાદ ગુરુવારે રાજ કપૂરની પ્રાર્થના સભા ગુરુવારે યોજાઈ હતી. જેમાં તેમના રણધીર કપૂર ગુસ્સે થયેલા જોવા મળ્યા હતા.
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોઈ ખાસ વાત નથી તેમ છતાં રણધીર કપૂર પોતાના હેલ્પર પર ગુસ્સે થઈ ગયા હતા. વીડિયોમાં દેખાય છે કે, પ્રાર્થના સભામાં આવતા જ એક વ્યક્તિ તેમને સહારો આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, જોકે રણધીર કપૂરને મદદ કરવા તેમની દીકરી કરિશ્મા કપૂર પણ તેમની સાથે ચાલી રહી છે. પરંતુ તે વ્યક્તિ સતત રણધીર કપૂરનો હાથ પકડી રહ્યો છે, એટલું જ નહિ, રણધીર કપૂર પહેલા આરામથી હાથ અલગ કરે છે, પણ જ્યારે તે બીજીવાર પકડવાનો પ્રયાસ કરે છે, ત્યારે રણધીર કપૂર પોતાના ગુસ્સા પર કાબૂ કરી શક્તા નથી, અને હેલ્પરને વઢે છે. પછી કરિશ્મા કપૂર આગળ આવીને પિતાને શાંત કરાવે છે.
આ પ્રાર્થના સભામાં કરીના કપૂર બહુ જ ઈમોશનલ દેખાઈ હતી. દાદીનું નિધન તેના માટે બહુ જ દુખદ બની રહ્યું હતું. જોકે, સૈફ દરેક પળમાં કરીનાની સાથે નજરે ચઢ્યો હતો. પ્રાર્થના સભામાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, માધુરી દિક્ષીત, રાણી મુખરજી સહિત અનેક સેલિબ્રિટીઝ જોવા મળી હતી.