નવી દિલ્હી : અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) ગત્ત દિવસોમાં સતત પ્રવાસી મજૂરોની સેવાનાં કારણે માધ્યમોમાં ચમકતા રહે છે. કોરોના વાયરસ મહામારીના કારણે થયેલા લોકડાઉનનાં કારણે લાખો લોકો મહારાષ્ટ્રથી અલગ અલગ હિસ્સાઓમાં ફસાઇ ચુક્યા છે, જેને તપતી ગરમીમાં પગે ચાલતા જઇ જોઇને સોનુ સુદે તેમના માટે કંઇક કરવાનું નક્કી કરી લીધું અને તેમના ઘર સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરી છે. બીજી તરફ આ કામના કારણે સોનુ સૂદ ટ્વીટર વોલ પર અલગ અલગ પ્રકારનાં લોકોની ફરમાઇશો આવી રહ્યા છે. જો કે તેનો જવાબ તે ખુબ જ હળવા અંદાજમાં આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sanitizer ના સતત ઉપયોગથી થાય છે કેન્સર? જાણો વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

બીજી તરફ સોનુ સુદે ટ્વીટર પર કંઇક વિચિત્ર ટ્વીટનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એક મહિલાએ સોનુ સુદને ટેગ કરીને વિચિત્ર માંગ કરી હતી. સુશ્રિમા આચાર્ય નામની મહિલાએ સોનુ સુદને ટેગ કરીને લખ્યું કે, સોનૂ સૂદ હું જનતા કર્ફ્યુ લાગ્યા બાદથી લોકડાઉન 4 સુધી મારા પતિ સાથે રહી છું. શું તમે તેને ક્યાંય બહાર મોકલી શકો તેમ છો? નહી તો મને મારી માંના ઘરે મોકલી આપો. કારણ કે હવે હું તેની સાથે વધારે રહી શકું તેમ નથી. 


કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, અધિકારીઓએ તૈયારી શરૂ કરી

આ ટ્વીટનો રિપ્લાઇ ખુબ જ હળવા અંદાજમાં આપતા સોનૂએ કહ્યું કે, મારી પાસે એના કરતા પણ ઘણો સારું આયોજન છે. હું તમને બંન્નેને ગોવા મોકલી દઉ છું. શું કહો છો? હવે સોનૂ સૂદનો આ જવાબ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેમની સહજતાનાં ખુબ જ વખાણ કરી રહ્યા છે. હાલમાં જ એક માં રડતા વીડિયો બનાવ્યો હતો જેમાં તેઓ સોનૂ સૂદને પોતાનાં પુત્રના ઘરે પહોંચવા અંગે ધન્યવાદ આપી રહ્યા હતા. આ મહિલાને પણ સોનૂ સૂદે ખુબ જ અપનેપનની સાથે જવાબ આપીને લોકોનાં હૃદય જીતી લીધા હતા. 


દહેજમાં બાઇક નહી મળતા વ્યક્તિએ પોતાની પત્નીને વેચવા કાઢી અને પછી...

અત્રે ઉલ્લેખનીય છે કે, 1999થી પોતાનાં કરિયરની શરૂઆત કરનારા સોનૂનું ઘર મુંબઇની અંધેરી વેસ્ટમાં આવેલા લોખંડવાલાનાં યમુના નગરમાં છે. પ્રવાસી મજૂરો માટે બસોની વ્યવસ્થા કરવા ઉપરાંત સોનૂ સૂદે ગત્ત દિવસોમાં જુહૂમાં બનેલી પોતાની હોટલમાં ડોકટરો, નર્સો અને પેરા મેડિકલ સ્ટાફ સહિત સ્વાસ્થય કર્મચારીઓ માટે રોકાવાની વ્યવસ્થા પણ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube