નવી દિલ્હી: ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એંટ્રી કરનાર શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરનું કહેવું છે કે દરેક મહિલાને પોતાની સુંદરતા પર ગર્વ હોવો જોઇએ અને તેમને તેને લઇને શરમ અનુભવવી ન જોઇએ. જાહ્નવીએ કહ્યું 'જ્યાં વાત સુંદરતાની આવે છે, તો દરેક મહિલાની અલગ સફર હોય છે અને તેમને તેના પર ગર્વ હોવો જોઇએ. તેમને કોઇને ફોલો કરવાની જરૂર નથી, કારણ કે બે વસ્તુઓ ક્યારેય એક જેવી ન હોઇ શકે અને આ પ્રકારે તેને લઇને ગ્લાનિ ન અનુભવવી જોઇએ.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો જાહ્નવીની સુંદરતાની વાત કરવામાં આવે તો તે સિમ્પલ રહેવાનું પસંદ કરે છે અને મોટાભાગે સારી ત્વચા માટે ઘરેલૂ નુસખા અપનાવે છે. તો બીજી તરફ મેકઅપની વાત કરીએ તો જાહ્નવીએ જણાવ્યું કે તેમને હેંડબેગમાં કેટલીક વસ્તુઓ ફરજિયાત હોય છે જેમ કે કાજલ, લિપ બામ અને લિપસ્ટિક અને બાકી છોકરીઓની માફક તેમનો મનપસંદ કલર પણ પિંક છે. જાહ્નવીને બ્યૂટી બ્રાંડ નાયકામી એમ્બેસડર બનાવવામાં આવી છે અને તે તેને લઇને સમ્માનિત અનુભવે છે. 



તેમણે કહ્યું કે 'આ માણસનો સ્વભાવ છે કે તમે કેવા દેખાવ છો તેના પર કંટ્રોલ મેળવવો જોઇએ. આ આત્મ અભિવ્યક્તિની રીત છે. મારી તેમાં ખૂબ રૂચિ છે. જ્યારે હું મોટી થઇ રહી હતી ત્યારે મેં મારી માતાને શૂટ અને કાર્યક્રમો માટે તૈયાર થતા જોઇ છે. જીવંત યાદોમાંથી એક એ છે કે તે ખૂબ સારી રીતે મેકઅપ કરતી હતી.



જાહ્નવી હવે કરણ જોહરની ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે, જેમાં તેમની સાથે કરીન કપૂર ખાન, આલિયા ભટ્ટ, રણવીર કપૂર, અનિલ કપૂર, વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર છે. તેમણે ફિલ્મ વિશે વધુ વાત કર્યા વગર કહ્યું કે 'હું ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છું,'' આ પીરિયડ ડ્રામા ફિલ્મ 2020માં રિલીઝ થશે.