નવી દિલ્હી: પાવર લિફ્ટિંગમાં વર્લ્ડ ચેમ્પિયન ગૌરવ શર્મા અમિતાભ બચ્ચનનો ફેન થયો છે. આગલા મહિને અમેરિકાના લાસ વેગાસમાં આયોજીત મિસ્ટર ઑલિમ્પિયામાં ભાગ લેવા પહેલા અને હાલમાં યુરોપિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ગૌરવ શર્માએ તેના મુંબઇ પ્રવાસ દરમિયાન ખેમચંદ ભોગણીની સાથે અમિતાભ બચ્ચનને મળ્યો હતો. ‘કોન બનેગા કરોડપતિ’ના સેટ પર અમિતાભ સાથેની મુલાકાત બાદ ગૌરવ શર્માએ તેના અનુભવોને શેર કરતા કહ્યું કે અમિતાભ બચ્ચને તેને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા અને ઑલિમ્પિયા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌરવ શર્માએ જણાવ્યું કે અમિતાભ બચ્ચન જેટાલા મોટા સ્ટાર છે એટલા જ સારા વ્યક્તિ અને સ્પોર્ટ લવર પણ છે. તેમણે તેની પાવર લિફ્ટિંગની ગેમ્સ વિશે ઘણી વાતોની જાણકારી લીધી અને હેલ્થ ટિપ્સની પણ ચર્ચા કરી હતી. અમિતાભ જેવા મહાન વ્યક્તિને મળતા પહેલા ગૌરવ શર્મા ઘણો નર્વસ હતો. પરંતુ અમિતાભ બચ્ચને મળતા જે પોતાનાપણું દેખાડ્યું તેનાથી તે ટૂંક સમયમાં જ સામાન્ય થઇ ગયો હતો. ગૌરવ શર્માએ તેના અનુભવ શેર કરતા કહ્યું કે અમિતાભ બચ્ચન સાચા દેશભક્ત છે અને દેશ માટે મેડલ જીતનાર દરેક ખેલાડીનું સન્માન કરે છે.


ગૌરવ શર્માએ તેની આ મુલાકત માટે ભૂપેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઇએ કે ગૌરવ શર્મા દિલ્હીના ચાંદની ચોક સ્થિત મંદિરનો મહંત પણ છે. 2016માં ન્યુઝીલેન્ડમાં આયોજીત કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં તેણે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. એટલું જ નહીં ઇંગ્લેન્ડમાં આયોજીત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેણે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.