નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019 ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહ્યો છે. દેશભરમાં વિશ્વકપનો ફીવર ચઢેલો છે. અભિનેતા વરૂણ ધવન પણ તેમાં પાછળ નથી. તે પણ ટીમ ઈન્ડિયાને વિશ્વ કપ માટે ચીયર કરી રહ્યો છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરૂણ ધવનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ટીમ ઈન્ડિયાને ચીયર કરતો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરૂણ ધવન વીડિયોમાં બોલી રહ્યો છે- જીતેગા ભાઈ જીતેગા, ઈન્ડિયા જીતેગા. બોલો ભારત માતા કી જય. આ દરમિયાન વરૂણ ધવનની અંદર જબરદસ્ત ઉસ્તાહ જોવા મળ્યો. વરૂણ ધવનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને શેર કરી રહ્યાં છે. 



વરૂણ ધવનની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં વરૂણ તિરંગો ઝંડો હાથમાં લઈને દેખાઈ રહ્યો છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. તેને રેમો ડિસૂજા ડાયરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ધવનના વિરુદ્ધના રોલમાં છે. મહત્વનું છે કે શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન આ પહેલા વર્ષ 2015માં સાથે કામ કરતા જોવા મળ્યા બતા. બંન્નેએ ABCD 2માં કામ કર્યું હતું. ફિલ્મ મોટી હિટ રહી હતી. 



આ ફિલ્મ બાદ વરૂણ કુલી નંબર-1ની રીમેકનું શૂટિંગ શરૂ કરશે. તેમાં તેની ઓપોઝિટ સારા અલી ખાન જોવા મળશે. તેનું ડાયરેક્શન તેના પિતા ડેવિડ ધવન કરશે. આ પહેલા વરૂણે પિતાની સાથે તેરા હીરો, જુડવા 2 જેવી ફિલ્મો કરી ચુક્યો છે.