નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) નો મજાકીય અંદાજ તેમના દરેક ફેન્સને ગમે છે. તે ફિલ્મોમાં વ્યસ્ત હોવાછતાં તે સતત સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે અવાર નવાર વિચિત્ર ચેલેન્જ લઇને તેમને ચોંકવી દે છે. ફરી એકવાર વર્લ્ડ ઇમોજી ડે (World Emoji Day) ના અવસર પર સારા અલી ખાન (Sara Ali Khan) એ એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઇને તેમના ફેન્સ દંગ રહી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 સેકન્ડમાં 15 ઇમોશન
જોકે, વર્લ્ડ ઇમોજી ડે (World Emoji Day) ના અવસર પર એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) એ પોતાના દમદાર અભિનય સ્કીલનો ઉપયોગ કરતાં ચેલેંજને પુરી કરી છે. તેમણે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 30 સેકન્ડમાં 15 એક્સપ્રેશન્સ ચહેરા પર લાવીને બતાવવામાં સફળ રહી છે. વીડિયોમાં સારા ક્યૂટ લાગી રહી છે. જુઓ આ વીડિયો...



આ ફિલ્મોમાં મળશે જોવા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન જલદી જ ફિલ્મ 'અતરંગી રે' માં જોવા મળશે. આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ પણ છે. ફિલ્મ 6 ઓગસ્ટના રોજ રિલીજ થવાની છે. આ સાથે જ સારા વિક્કી કૌશલ સાથે આદિત્ય ધરની ફિલ્મ 'ધ ઇમોર્ટલ્સ ઓફ અશ્વત્થામા' માં પણ જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube