નવી દિલ્હી : અભિનેત્રી યામી ગૌતમનું માનવું છે કે 'ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં તેણે ભજવેલા પાત્રને કારણે તેને 'બાલા'માં કામ કરવાની તક મળી છે. યામીનું માનવું છે કે ફિલ્મ નિર્માતાઓની નજરમાં એક એક્ટરની સારી ઇમેજ મજબૂત બનાવવા માટે કેટલીક સારી ફિલ્મો અને મજબુત પાત્રો મહત્વનો રોલ ભજવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષની થઈ અદનાન સામીની દીકરી, મળી આટલા લાખની ગિફ્ટ


યાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે મારું માનવું છે કે અમે એક્ટર્સ દરેક ફિલ્મ સાથે નવાનવા અનુભવો મેળવીએ છીએ. અમે જે ફિલ્મો કરીએ છીએ એનાથી અમારી ક્ષમતાનો અંદાજ લગાવવામાં આવે છે. અમે શું છીએ અને શું કરવા યોગ્ય છીએ એનો માપદંડ અમે કરેલી ફિલ્મો છે. હું નસીબદાર છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની  તક મળી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...