ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશમાં કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2020 સૌથી અઘરા વર્ષોમાંથી એક રહ્યું. આ દરમિયાન કેટલાંક રીલ લાઈફ હીરો રિયલ લાઈફ હીરો બનીને સામે આવ્યા. કોરોના વોરિયર્સ બનવા માટે આ સિતારાઓએ માત્ર પોતાના અવાજ અને સ્ટારડમનો જ ઉપયોગ ન કર્યો. પરંતુ પોતાના સંસાધનોનો પણ ઉપયોગ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સોનુ સૂદ: પ્રવાસી મજૂરોને પોતાના વતન સુધી સુરક્ષિત પહોંચાડવા માટે પરિવહન, આવાસ અને એક હેલ્પલાઈન નંબરની વ્યવસ્થા કરીને એક મિસાલ રજૂ કરી. કોરોનાકાળમાં અભિનેતા હજારો પ્રવાસી શ્રમિકો માટે એક મસીહા બની ગયો. સોનુ સુદે મેડિકલ કર્મચારીઓને રહેવા માટે જૂહુ સ્થિત પોતાની હોટલમાં વ્યવસ્થા કરી અને મુંબઈમાં ગરીબો માટે નિયમિત રીતે ભોજનની વ્યવસ્થા પણ કરી. અભિનેતાએ ટ્વિટર પર પોતાની અને લોકોની વચ્ચે સંપર્કની લાઈન પણ ખોલી નાંખી. જેથી તે તેમના મુદ્દાને જાણી શકે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube