મુંબઈ : એક સમયે લાખો દિલોની ધડકન બની ગયેલ એક્ટ્રેસ વિદ્યા સિંહાને શ્વાસ લેવાની સમસ્યા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની તબિયત ગંભીર છે. 72 વર્ષની આ હિરોઇનને હૃદય અને ફેફસાંને લગતી ગંભીર બીમારી છે. જોકે સારવાર પછી હાલમાં વિદ્યાની તબિયત સ્થિર છે અને તેને બહુ જલ્દી ડિસ્ચાર્જ મળી જવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાની સ્થિતિ વિશે વાત કરતા તેના એક નજીકના મિત્રએ Hindustan Timesને માહિતી આપી છે કે , "વિદ્યા લાંબા સમયથી બીમાર તો હતા જ પણ હવે પરિસ્થિતિ વધારે વણસી છે. આના કારણે  હૃદય અને ફેફસાને લગતી ગંભીર સમસ્યા પણ સર્જાઈ છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમના ડિસ્ચાર્જ વિશે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી પણ તેઓ જ્યાં સુધી સંપુર્ણપણે સાજા નહીં થાય ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે."


વિદ્યા સિંહાની લોકપ્રિય ફિલ્મોમાં ‘રજનીગંધા’, ‘હવસ’, ‘છોટી સી બાત’, ‘મેરા જીવન’, ‘ઇનકાર’, ‘જીવન મુક્તિ’, ‘કરમ’, ‘કિતાબ’, ‘પતિ પત્ની ઔર વોહ’, ‘તુમ્હારે લીયે’, ‘મીરા’, ‘સ્વયંવર’, ‘સબૂત’, ‘પ્યારા દુશ્મન’, ‘લવ સ્ટોરી’, ‘કિરાયાદાર’ અને ‘બોડીગાર્ડ’ (2011)નો સમાવેશ થાય છે. તેમની ટીવી શ્રેણીઓમાં ‘કાવ્યાંજલિ’, ‘ઝારા’, ‘નીમ નીમ શેહદ શેહદ’, ‘હારજીત’, ‘કુબૂલ હૈ’, ‘ઝીંદગી વિન્સ’ અને ‘ઈશ્ક કા રંગ સફેદ’ને ગણી શકાય.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...