નવી દિલ્હી: કોન બનેગા કરોડપતિના શુક્રવારના સ્પેશિયલ એપિસોડમાં કેબીસી કર્મવીરમાં રાજસ્થાનના બાડમેરની રહીશ રૂમા દેવી આવ્યાં હતાં. જેમને રાષ્ટ્રપતિના હાથે નારીશક્તિ પુરસ્કાર પણ મળેલો છે. તેમની બાજુમાં બોલિવૂડ સેલિબ્રિટી સોનાક્ષી સિન્હા પણ બેઠેલી જોવા મળી હતી જે તેમને સપોર્ટ કરવા આવી હતી. સોનાક્ષીએ જોકે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે કેબીસીના એપિસોડમાં એક સવાલનો જવાબ ન આવડવાને કારણે તેને સોશિયલ મીડિયામાં આટલી બધી ટ્રોલ કરવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સોનાક્ષી સિન્હા, જેમના પિતા શત્રુધ્ન સિન્હા છે અને તેઓ પોતે રામાયણ નામના બંગલામાં રહે છે. રામાયણ સંબંધિત એક સરળ પ્રશ્નનો જવાબ સોનાક્ષીને આવડ્યો નહતો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે પ્રસારિત થયેલા એપિસોડમાં કન્ટેસ્ટન્ટની સીટ પર બેઠેલી રૂમા દેવી અને સોનાક્ષી સિન્હાને પૂછવામાં આવ્યું કે રામાયણ મુજબ હનુમાન કોના માટે સંજીવની બુટી લઈને આવ્યાં હતાં? જેના સવાલમાં ઓપ્શન હતાં 'A સુગ્રીવ, B લક્ષ્મણ, C સીતા અને D રામ.' સવાલ સામે આવતા જ રૂમા અને સોનાક્ષી બંનેએ ઓપ્શન સી પર એટલે કે સીતા પર પોતાનો શક વ્યક્ત કર્યો. પરંતુ પાક્કું  ખબર ન હોવાના કારણે તેમણે એક્સપર્ટ એડવાઈઝની પોતાની લાઈફ લાઈન લીધી. જેમાં એક્સપર્ટે તેમને જણાવ્યું કે તેનો સાચો જવાબ લક્ષ્મણ છે. 



હવે રામાયણના આ એકદમ સરળ સવાલનો જવાબ ન આપી શકવાના કારણે સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે. એટલે સુધી કે શનિવાર સુધીમાં તો સોશિયલ મીડિયા પર #YoSonakshiSoDumb નંબર 1 ટ્રેન્ડ બની ગયો. 



અત્રે જણાવવાનું કે આ શોમાં સોનાક્ષી ફક્ત આ જ સવાલ ઉપર નહીં પરંતુ અનેક સવાલો પર અટકી હતી. તેની સામે એક સવાલ એ આવ્યો કે મહારાણા પ્રતાપના સમકાલીન કોણ મુઘલ શાસક હતાં. જેનો જવાબ હતો અકબર. આ સવાલનો જવાબ પણ સોનાક્ષી આપી શકી નહતી. જેના પર હોસ્ટ અમિતાભ બચ્ચને પણ તેની મજાક ઉડાવી હતી. હકીકતમાં સોનાક્ષીના માતા પૂનમ સિન્હા ફિલ્મ જોધા અકબરમાં જોવા મળ્યાં હતાં. તેઓ પણ આ શોમાં આવ્યાં હતાં અને સોનાક્ષીએ સવાલનો જવાબ ન આપતા તેઓ હસતાં જોવા મળ્યાં હતાં.