5 Hollywood celebrities who perfom yoga: તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે યોગ એ એક સરસ રીત છે. તે ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા મનને પણ શાંત રાખે છે. યોગના અન્ય ફાયદાઓમાં અસ્વસ્થતા ઘટાડવી, રોગપ્રતિકારક શક્તિ વધારવી, તણવાથી રાહત અને એકંદરે તમારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી અને હવે તે સમગ્ર વિશ્વમાં પહોંચી ગઈ છે. યોગ એટલો લોકપ્રિય છે કે પ્રખ્યાત હોલીવૂડ સ્ટાર્સ પણ યોગ કરે છે. જો તમે યોગ શરૂ કરવા માટે કોઈ પ્રેરણા શોધી રહ્યા છો, તો જુઓ હોલીવુડના સ્ટાર્સને લિસ્ટને.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. જેનિફર એનિસ્ટન-
જેનિફર એનિસ્ટન હંમેશા તેના પાતળા ફિગર માટે જાણીતી રહી છે. અને તે છેલ્લા 20 વર્ષથી યોગા પ્રેક્ટિસ કરી રહી છે. જેનિફરની ટ્રેનર મેન્ડી ઇંગબર દ્વારા તેને યોગનો પરિચય થયો હતો અને ત્યારથી તે યોગની ચાહક છે.


2. રોબર્ટ ડાવની જૂનિયર-
હોલીવૂડના સુપરસ્ટાર રોબર્ટ ડાવની જૂનિયર તેમના માનસિક સ્વાસ્થ્ય માટે યોગને પ્રેક્ટિસ કરે છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે યોગ તેમના માટે ધ્યાન છે અને તે તેમના મનને શાંત કરવામાં મદદ કરે છે. જ્યારે તે તણાવમાં હોય છે, ત્યારે યોગે તેમને આરામ કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.


3. કેટ્ટી પેરી-
યોગાએ કેટ્ટીને તેના ભૂતપૂર્વ પતિ રસેલ બ્રાન્ડ સાથેના બ્રેકઅપમાંથી આગળ વધવામાં મદદ કરી છે. કેટ્ટીએ પોતાને શાંત કરવા અને માનસિક રીતે મજબૂત બનવા માટે ધ્યાન કર્યું. કેટ્ટીએ ટ્વીટ કર્યું હતું કે, તે એક ગ્રુપ મેડિટેશનમાં જોડાયા પછી તેમનું જીવન બદલાઈ ગયું હતું.


4. ડેવિડ બેક્હામ-
ફૂટબૉલ સ્ટાર ડેવિડ બેક્હામને બિક્રમ યોગ દ્વારા આરામ અને શક્તિ મળી છે. અને તેમણે તેમની પત્ની, વિક્ટોરિયા બેકહામ સાથે ઊંડી આત્મીયતા અને જોડાણ મેળવવા માટે કલપ પાવર યોગની પ્રેક્ટિસ કરે છે.


5. જેસિકા બિયેલ-
જસ્ટિન ટિમ્બરલેક પત્ની જેસિકા બિયેલ પણ રેગ્યુર યોગ કરે છે. એક મેગેઝિન સાથેની મુલાકાતમાં તેમણે શેર કર્યું, "યોગ મારા માટે સતત છે કારણ કે તે મારા સ્નાયુઓને લાંબા અને લવચીક રાખે છે." તેણીએ સાપ્તાહિક મેગેઝિનને કહ્યું કે તે "અઠવાડિયા દરમિયાન બે યોગા સેશન કરે છે. મારા માટે યોગ એ વધુ વિસ્તરેલી વસ્તુ છે.”