કંગના રનૌતનો મોટો ધડાકો, જાહેર કરી દીધી લગ્નની તારીખ!
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ લેકમે ફેશન વિકના છેલ્લા દિવસે રેમ્પવોક કર્યું હતું
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં કંગના લેકમે ફેશન વિક 2018ના છેલ્લા દિવસે રેમ્પ વોક કરતી નજરે ચડી હતી.
કંગનાએ શ્યામલ અને ભુમિકા માટે રેમ્પ વોક કર્યું હતું. આ પછી મીડિયા સાથે વાત કરતી વખતે અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી.
વાતચીત કરતી વખતે કંગનાને તેના લગ્નના પ્લાન વિશે સવાલ કરાયો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે હું બહુ જલ્દી લગ્ન કરવાની છું અને આવતા જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી લગ્નની શરણાઈ વાગી શકે છે.
કંગનાએ જણાવ્યું હતું કે તેની ફિલ્મ મણિકર્ણિયા આ વર્ષના અંત સુધી રિલીઝ થઈ જશે કારણ કે આ ફિલ્મનું કામ હજી પુરું થયું નથી.
કંગનાએ હાલમાં જ કરણના શો ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારમાં શામેલ થવા વિશે કહ્યું છે કે "મારા પ્રોફેશનલ જીવનમાં કોઈ અંગત લાગણીને સંબંધ નથી. હું અહીં કોઈ સાથે મિત્રતા કરવા નથી આવી અને કોઈના અંગત જીવનમાં દખલ નહીં દઉં. હું પ્રોફેશનલ છું અને મારું સમગ્ર ધ્યાન મારી કરિયર પર છે. હું મને મળતા કોઈ મોકા સાથે સમાધાન નહીં કરું" (ફોટો સાભાર - આઇએએનએસ)