Zara Hatke Zara Bachke: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ ઝરા હટ કે ઝરા બચકે થિયેટર રિલીઝના લાંબા સમય પછી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર સારા અલી ખાન અને વિક્કી કૌશલે સાથે કામ કર્યું હતું. આ બંનેની જોડી તો લોકોને પસંદ પડી પરંતુ ફિલ્મને જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત


વર્ષ 2023 માં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ તેને પણ 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ થિયેટર રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે. 


આ પણ વાંચો: કરીના કપૂર ખાનને હાર્ટકોર્ટે ફટકારી નોટિસ, બુકના ટાઈટલને લઈને મચ્યો હોબાળો


લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી વિક્કી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ કપિલ દુબે અને સૌમ્યાની સ્ટોરી છે. બંને લવ મેરેજ કરે છે અને સુખી લગ્નજીવન જીવે છે. પરંતુ લગ્ન પછી તેના મામા અને તેમનો પરિવાર તેમના ઘરે રહેવા આવી જતા તેમને પ્રાઈવેટ સ્પેસ મળતી નથી. અને પછી શરુ થાય છે ફિલ્મની રિયલ સ્ટોરી



આ ફિલ્મ જેમણે થિયેટરમાં જોઈ નથી તેઓ હવે ઘર બેઠા ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમાં પર તેને જોઈ શકે છે. આ ફિલ્મ 17 મે થી સ્ટ્રીમ કરવામાં આવશે. 


આ પણ વાંચો: હીરામંડીમાં નોકરાણી સાથે સોનાક્ષી સિન્હાએ કર્યા ઈંટીમેટ સીન, શેર કર્યો પોતાનો અનુભવ


વિક્કી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન પણ સારું રહ્યું હતું. આ ફિલ્મે 40 દિવસમાં 87.77 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો.