Zara Hatke Zara Bachke: જે લોકો થિયેટરમાં વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટ કે જરા બચકે જોઈ નથી શક્યા અથવા તો આ ફિલ્મ ઓટીટી પર આવે તેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ગુડ ન્યુઝ છે. વિકી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ બે જૂને થિયેટરમાં રિલીઝ થઈ હતી. શરૂઆતમાં ધીમી શરૂઆત કરનાર આ ફિલ્મ ધીરે ધીરે દર્શકોને પસંદ પડી અને ફિલ્મ બોલીવુડ માટે સરપ્રાઈઝ હિટ સાબિત થઈ. આ ફિલ્મમાં વિકી કૌશલ અને સારા અલી ખાન પહેલી પહેલી વખત સાથે જોવા મળ્યા. બોક્સ ઓફિસ પર 87 કરોડથી વધારેનો બિઝનેસ કરનાર આ ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Bipasha Basu ની દીકરીની 3 મહિનાની ઉંમરે થઈ ઓપન હાર્ટ સર્જરી, જન્મથી હૃદયમાં હતા કાણા


Ileana DCruz Baby: અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ બની માતા, 1 ઓગસ્ટે દીકરાને આપ્યો જન્મ


The Kerala Story ફેમ અદા શર્માએ ફિલ્મોમાંથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી આપી જાણકારી


જાણવા મળતી માહિતી અનુસાર ફિલ્મ જરા હટકે જરા બચકે થિયેટર રિલીઝ ના બે મહિના પછી ઓટીપી પર સ્ટ્રીમ થઈ શકે છે. આ ફિલ્મના રાઈટસ જીઓ સિનેમા પાસે છે. જીઓ સિનેમા પર આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે જાણવા મળ્યું છે કે સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના વિકેન્ડ ઉપર આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે.


લોંગ વિકેન્ડની રજાઓ નો ફાયદો જીયો પ્લેટફોર્મ ઉઠાવી શકે છે. 11 ઓગસ્ટે ઓટીટી પર જરા હટકે જરા બચકે રિલીઝ થાય તેવી સંભાવનાઓ છે. જો 11 ઓગસ્ટે જીઓ સિનેમા પર આ ફિલ્મ રિલીઝ થશે તો ત્યાર પછીની રજાઓ નો ફાયદો જીઓ સિનેમા ને મળી શકે છે.


મહત્વનું છે કે 11 ઓગસ્ટ સિનેમા ઘરોમાં ગદર 2 અને ઓ માય ગોડ 2 ફિલ્મ પણ રિલીઝ થશે. સાથે જ હવે ચર્ચાઓ છે કે ઓટીટી પર જરા હટકે જરા બચકે ફિલ્મ રિલીઝ થશે. ટૂંકમાં 11 ઓગસ્ટ પછીની રજાઓ ફિલ્મ ચાહકો માટે જબરદસ્ત સાબિત થવાની છે. કારણ કે આ રજાઓમાં તેમના માટે મનોરંજનનો ભરપૂર ડોઝ રેડી છે.