નવી દિલ્હી: Zee5 પોતાના દર્શકોને એન્ટરટેન કરવા માટે એક સારી વેબ સીરીઝ લઇને આવ્યું છે, ફૂલ એન્ટરટેનમેંટ અને એકસ્ટ્રાઓર્ડિનરી એન્ટરટેનમેંટનો ડોસ લઇને 'સ્કાઇફાયર' સાયન્સ પ્રેમીઓ માટે કોઇ ભેટથી ઓછી નથી. ભારતમાંન આ પ્રકારની પહેલી ફિલ્મ છે. હાલ આ વેબ સિરીઝને લાંચ કરી દીધી છે. 
 

Zee5 એ શબીના ખાન સાથે, અરૂન રમનના પુસ્તક 'સ્કાઇફાયર'ના રાઇટ્સ ખરીદ્યા છે, જે શોનું શીર્ષક પણ છે. ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને અન્ય સ્થળો જેમ કે દિલ્હી, દેહરાદૂન, કેરલ અને ભૂટાનમાં કરવામાં આવ્યું છે. સોનલ ચૌહાણ પ્રમુખ ભૂમિકા ભજવે છે અને બંગાળી અભિનેતા જિશુ સેનગુપ્તા અને જતિન ગોસ્વામી સામેલ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સોનલે એક ઇતિહાસકાર, મીનાક્ષી પીરઝાદાની ભૂમિકા ભજવી છે. જોકે તેને સ્ક્રિપ્ટ બાદ પુસ્તક વાંચ્યું, જેના લીધે તેને કહાની અને કેરેક્ટરને ઉંડાઇપૂર્વક સમજવામાં મદદ કરી. એક અમેરિકન વેબ એડિક્ટના રૂપમાં, તે હકિકતમાં માને છે કે વેબ સ્પેસ જ ફ્યૂચર છે અને ટૂંક સમયમાં પહેલા મીડિયાથી આગળ જનાર છે. તે આ ફિલ્મમાં પોતાના રોલથી સંતુષ્ટ છે.
        
પ્રતિક બબ્બર એક પત્રકાર, ચંદ્વશેખરની ભૂમિકામાં છે. આ ભૂમિકાને ભજવતાં તેમને એક પડકારનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે ખૂબ રિસર્ચ અને મહેનત બાદ આ પાત્ર માટે પોતાને તૈયાર કર્યા છે. ફિલ્મ દર્શકોને આ વાતની જાણકારી આપી છે કે હવામાનના નિયંત્રણને ખોટી રીતે કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.


જાણીતા બંગાળી અભિનેતા જીશુ સેનગુપ્તાએ ZEE સાથે કેટલાક વર્ષોથી કામ કર્યું છે... જતિન ગોસ્વામીએ પણ પુસ્તક વાંચી નથી કારણ કે તે 'સ્ક્રિપ્ટને એક અભિનેતાની બાઇબલ માને છે અને સ્ક્રિપ્ટથી ઉપર જવા માંગે છે. આ વેબ સીરીઝનું પ્રીમિયર 22 મેને ZEE5 પર હશે.