ZEE5 અને Apigate વચ્ચે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત
એપીગેટ એક નવી API આધારિત ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડતી વ્યવસ્થા છે, જે ZEE5ના બહુભાષીય કન્ટેન્ટને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર વિશ્વના દર્શકો સમક્ષ નિર્વિધ્ન પહોંચાડશે
બાર્સિલોનાઃ મનોરંજનનું બહુભાષીય ડિજિટલ પ્લેટફોર્મ એવા ZEE5 દ્વારા સમગ્ર વિશ્વમાં પથરાયેલા તેના દર્શકોને શ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરું પાડવા માટે એપીગેટ સાથે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. એપીગેટ એ મોબાઈલ કનેક્શન દ્વારા કન્ટેન્ટ પૂરી પાડતું ડિજિટલ પ્લેટફોર્મ છે. એપીગેટન એશિયા, મિડલ ઈસ્ટ, યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકામાં 110 મોબાઈલ નેટવર્ક સાથે સંકળાયેલી છે અને તેની 3.5 બિલિયન લોકો સુધી પહોંચ છે.
ZEE5 એ ઝી એન્ટરટેઈનમેન્ટ એટરપ્રાઈઝિસ લિમિટેડ (ZEEL) નું વૈશ્વિક મીડિયા અને મનોરંજનનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરતું પ્લેટફોર્મ છે- જેમાં 1,00,000 કલાકનું મનોરંજન પીરસવામાં આવે છે. આ મનોરંજનમાં ભારતીય ફિલ્મો, ટીવીશો, સમાચાર, સંગીત, વીડિયો અને એક્સ્ક્લૂસિવ ઓરિજનલ કન્ટેન્ટ 12 ભાષાઓ - હિન્દી, અંગ્રેજી, બંગાળી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ઓરિયા, ભોજપુરી અને ગુજરાતીમાં પ્રસારિત કરાય છે. સાથે જ તેમાં 60થી વધુ જાણીતી ટીવી ચેનલ્સનું લાઈવ પ્રસારણ પણ દર્શાવાય છે, જેમાં ZEEની સૌને મનપસંદ ચેનલોનો પણ સમાવેશ થાય છે.
આ ભાગીદારીથી વિશ્વના 11 દેશના દર્શકોને ઝીના ટોચના ટીવી શો જેવા કે 'કુમકુમ ભાગ્ય', 'જોધા-અક્બર' અને 'સેમ્બરુથી', બ્લોકબ્લસ્ટર ફિલ્મો જેવી કે,'કેદારનાથ', 'વીરે દી વેડિંગ' અને 'માર્સેલ' અને ઓરિજનલ જેવા કે, 'અભય'(કુણાલ ખેમુ), 'ફાઈનલ કોલ' (અર્જુન રામપાલ), 'રંગબાઝ' (સાકીબ સલીમ) અને 'શરતે આજ' (પરમબ્રતા ચટ્ટોપાધ્યાય) વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનું મનોરંજન એપીગેટના નેક્સ્ટ જનરેશન 'એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ' (API)ના માધ્યમથી દર્શકો સુધી પહોંચશે.
આ ભાગીદારીની મદદથી ZEE5 તેના ગ્રાહકો માટે માત્ર ડાયરેક્ટ કરિયર બિલિંગ ઓફર જ નહીં લાવે, પરંતુ સાથે જ એકદમ સરળ અને અનુકૂળ પેમેન્ટ સમાધાન પણ મળશે.
ઉડ્યા કપૂર પરિવારના લવ બર્ડસ...ક્યાં? જાણવા કરો ક્લિક..
ઝી ઈન્ટરનેશનલ અને ઝી5 ગ્લોબલના સીઈઓ અમિત ગોયન્કાએ જણાવ્યું કે, "અમે વિશ્વના દર્શકો માટે કન્ટેન્ટ ક્રિએટર તરીકે અમે સમૃદ્ધ અને લોકોને સાંકળતું કન્ટેન્ટ એકથી વધુ ભાષામાં તૈયાર કરીએ છીએ. વૈશ્વિક બજારમાં ZEE5ને લઈ જવા માટે અમે અત્યંત આતુર છીએ. એપીગેટ સાથે ભાગીદારી કરીને અમે અમારું જે લક્ષ્ય છે તે ઝડપતી હાંસલ કરી શકીશું."
ઝી5 ગ્લોબલના ચીફ બિઝનેસ ઓફિસર અર્ચના આનંદે જણાવ્યું કે, "દક્ષિણ એશિયા અને તેનાથી આગળના દર્શકો માટે અમે ZEE5ના દર્શકો માટે ટૂંક સમયમાં જ ભાષાકીય કન્ટેન્ટ પીરસવા તૈયાર થઈ જઈશું. આ અંગે એપીગેટ સાથે ભાગીદારી કરીને અમે અત્યંત ઉત્સાહિત છીએ. અમે સમગ્ર વિશ્વમાં એક નવા પ્રકારના કન્ટેન્ટ સાથે આગળ વધવા માટે તૈયાર છે."
એપીગેટના સીઈઓ ઝોરાન વેસલજેવે જણાવ્યું કે, "અમે અત્યંત જાણીતી ZEE5 બ્રાન્ડ સાથે ભાગીદારી કરવા માટે ખુબ જ આતુર છીએ. એપીગેટના પ્લેટફોર્મની મદદથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરીને મનોરંજનને એક નવો મુકામ આપવા માગીએ છીએ."
એપીગેટના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજા મનસુખાનીએ જણાવ્યું કે, "મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સ માટે અમે વર્લ્ડ ક્લાસ ઈકોસિસ્ટમ બનાવી છે. અમે સમગ્ર વિશ્વમાં માત્ર એક કનેક્શન મારફતે ZEE5ને એક્સેસ કરાવી આપવા માટે સક્ષમ છીએ."