Sardar Sarovar Dam પાસે અનુભવાયો ભૂકંપનો આંચકો, 50 કિમી દૂર હતું કેંદ્ર બિંદુ
ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગર (Gandhinagar) ના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11:09 કલાકે કેવડિયા (Kevadia) માં 1.2ની તિવ્રતાનો ભૂકંપ (Earthquake) નો આંચકો નોંધાયો હતો.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં કચ્છ (Kutch) ના ભૂકંપ (Earthquake) બાદ અવાર નવાર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં નાના-મોટા ભૂકંપ (Earthquake) આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) પાસે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભાવયો છે. રિક્ટલ સ્કેલ પર ભૂકંપ (Earthquake) ની તિવ્રતા 1.2ની નોંધવામાં આવી છે. માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ડેમથી 53 કિ.મી. દૂર છે.
ભૂકંપ (Earthquake) નું કેન્દ્ર બિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયુ હતું. જોકે, સરદાર સરોવર (Sardar Sarovar Dam) નર્મદા ડેમ (Narmada Dam) ને 6.5 તિવ્રતા સુધીના ભૂકંપ સુધી કંઇપણ થઇ શકે તેમ નથી. કારણ કે સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ તે પ્રમાણે કર્યું છે.
Amazon ના ગુજરાતમાં પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ, મુખ્યમંત્રીએ કહ્યું નવિન તકો ખૂલશે
ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગર (Gandhinagar) ના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11:09 કલાકે કેવડિયા (Kevadia) માં 1.2ની તિવ્રતાનો ભૂકંપ (Earthquake) નો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-નર્મદા ડેમથી માત્ર 50 કિમી દૂર હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 1.2 નોંધાઇ હતી અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube