ઝી બ્યુરો/મહેસાણા: ઉમિયા માતાજીના ભવ્ય અને દિવ્ય મંદિરનું 168 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1911 માં પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જે ઐતિહાસિક ઘટનાની ઉજવણી રૂપે 168 કલાક મહામંત્ર અખંડ ધુનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધૂનમાં ગુજરાત સહિત વિદેશમાં વસતાં લાખો પાટીદાર પરિવારોએ માં ઉમિયાના દર્શનનો લાભ લીધો હતો. અખંડ ધૂનની પૂર્ણાહુતિમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકો કે છૂટક મજૂરો!એક ક્લાસ દીઠ 50 રૂપિયા મળશે,આ રીતે થશે બાળકોની પ્રતિભાનો વિકાસ


ઉંઝા દર્શન માટે આવતા માઈભક્તો માટે સંસ્થાન દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના અગ્રણી દિલીપ પટેલના જણાવ્યા અનુસાર ઉમિયા મંદિરમાં નિત્યક્રમ અંદાજે 1 લાખ સુધીનું દાન આવે છે, પરંતુ 168 કલાક અખંડ ધૂનમાં 1.25 કરોડનું રોકડ દાન એકત્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે સુવર્ણ દાન પણ એકત્રિત કરવામાં આવ્યું હતું.


વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે મોટા સમાચાર, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી


ઉલ્લેખનીય છે કે, મા ઉમિયાના ભક્તોના મુખે 15 કરોડ શ્રી ઉમિયા શરણમ મમ ના નામ જપ મંત્ર ગવાયા અને ધૂન સાથે તાલ મેળવવા માટે 40 કરોડથી વધારે તાલીનો નાદ થયો હતો, અત્યંત મહત્વપુર્ણ વાત એ છે કે અમેરીકા અને કેનેડા તેમજ ઑસ્ટ્રેલીયા સહિતના દેશો અને ગુજરાત-મધ્યપ્રદેશ-રાજસ્થાનના વિવિધ ગામોમાં મા ઉમા ભક્તો દ્વારા પ્રતિક મંત્ર ધુનના કાર્યક્રમ યોજાયા. અખંડ ધુન મહોત્સવમાં 40 વર્ષથી નાના દિકરા-દિકરીઓ સહિતની મોટી સંખ્યામાં જોડાઈ હતી, મહોત્સવ દરમિયાન ગુજરાતભરમાંથી 30 થી પણ વધારે સંતો-મહંતો ના મુખે શ્રી ઉમિયા શરણમ મમ નો નાદ કરાવ્યો હતો.


આ વર્ષનું ચોમાસુ વધુ એક ચિંતા ખેંચી લાવ્યું! ગુજરાતના ખેડૂતોના જીવ પડીકે બંધાયા!


લાખો લોકોએ દર્શન કર્યા
168 કલાકની અખંડ ધૂનનું આયોજન કરાયું હતું 168 કલાકમાં આશરે 6 લાખથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો હતો. અંતિમ 2 દિવસમાં આશરે 2 લાખથી વધારે લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. અંતિમ દિવસે ઊંઝા ઉમિયા સંસ્થાનમાં 22 ભજન-મંડળીઓએ એક સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો. પહેલીવાર મંદિરના પ્રાગણમાં આ પ્રકારનું આયોજન કરાયું હતું.


હવે ચાંદથી 4 પગલાં દૂર ચંદ્રયાન-3, શુ તમને ખબર છે સુરતમાં બન્યો છે યાનનો મહત્વનો ભાગ