સુરતમાં નશાના સોદાગરો સકંજામાં, 1 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
ડ્રગ્સના આરોપમાં ઝડપાયેલા આ આરોપીઓ પોલીસ રડારમાંથી નીકળી ન જાય તે માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી...જે પૈકી એક ટીમે 6 મેના રોજ આ ગુનાના મુખ્ય આરોપી મોહમ્મદ કાસીફનો 1800 કિ.મી. પિછો કરી ઉત્તરપ્રદેશના બારાબાંકી ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં ડ્રગ્સના દુષણને દૂર કરવામાં પોલીસને વધુ એક સફળતા મળી છે...29 એપ્રિલના રોજ લાલગેટ વિસ્તારમાંથી પોલીસે 1 કરોડના ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું...જો કે હવે પોલીસે આ ડ્રગ્સની હેરાફેરી કરતા 6 આરોપીઓને ઝડપી લેતા વધુ એક મોટી સફળતા મળી છે...અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સને લાવી વેચાણ કરવાની પ્રવૃતિઓ પર પોલીસે એક્શન લીધી છે...ઝડપાયેલા આરોપીઓ કોણ છે, તેઓ કેવી રીતે ઝડપાયા, જોઈએ આ રિપોર્ટમાં...
29 એપ્રિલના આ CCTV દ્રશ્યો સુરતના લાલગેટ વિસ્તારના છે...જ્યાં પોલીસના અધિકારીઓએ ફિલ્મી ઢબે 1 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડવા પાછળ દોડી રહી છે...29 એપ્રિલે પોલીસે 1 કરોડનું ડ્રગ્સ તો ઝડપી પાડ્યું પરંતુ તે દિવસે આરોપીઓ નાસી છુટ્યા હતા...જો કે પોલીસે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડવા વધુ પ્રયાસ કર્યા...જેમાં 6 મેના રોજ પોલીસે મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશના બારાબંકીથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી...તેની પૂછપરછમાં અન્ય 5 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે...આખરે કોણ છે આ આરોપીઓ, જોઈએ...
પહેલા અને મુખ્ય આરોપીનું નામ છે મોહમ્મદ કાસીફ
બીજા આરોપીનું નામ છે આસીફ ઉર્ફે બાવા અફાક અહેમદ ખાન
ત્રીજા આરોપીનું નામ છે ઈમરાન ઈમ્તિયાઝ ખાન
ચોથા આરોપીનું નામ છે ફયાઝઅલી સૈયદઅલી
પાંચમા આરોપીનું નામ છે મોહમ્મદ સાહીદ જમાલ ઈકબાલ ખાન
છઠ્ઠા આરોપીનું નામ છે મન્સુર ઉસ્માન મલેક
આ પણ વાંચોઃ લોકશાહીની હત્યા! પોલીસવડા અને કલેક્ટરની કોઈ જવાબદારી નહીં, પંચ શું ફરી મતદાન કરાવશે?
ડ્રગ્સના આરોપમાં ઝડપાયેલા આ આરોપીઓ પોલીસ રડારમાંથી નીકળી ન જાય તે માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી...જે પૈકી એક ટીમે 6 મેના રોજ આ ગુનાના મુખ્ય આરોપી મોહમ્મદ કાસીફનો 1800 કિ.મી. પિછો કરી ઉત્તરપ્રદેશના બારાબાંકી ખાતેથી ઝડપી પાડ્યો હતો...આરોપી મોહમ્મદ પહેલા સુરતથી મુંબઈ ગયો અને બાદમાં ઉત્તર પ્રદેશના બારાબંકી પહોંચ્યો હતો...જો કે પોલીસની ટીમોએ બારાબંકી પહોંચી તેને ઝડપી સુરત લાવ્યો હતો...સઘન પૂછપરછ કરતા આરોપીએ ડ્રગ્સ મગાવવાથી લઈને તેના ડિસ્ટ્રીબ્યુશન સુધીના સંપુર્ણ રેકેટમાં સંડોવાયેલા સપલાયર, પેડલર અને તેના રીટેઈલર બાબતે માહિતી આપી...આરોપીએ આપેલી માહિતી મુજબ...
હાલ તો પોલીસે તમામ 6 આરોપીઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...બીજી તરફ પોલીસે ફરાર આરોપી શહબાઝ ઈર્શાદ ખાન નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે...મહત્વનું છે કે અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરતમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલતા આરોપીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે...