ચેતન પટેલ/સુરત: રાજ્યમાં હવે એરપોર્ટ ધમધમવા લાગ્યા છે, ત્યારે દાણચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. સુરત એરપોર્ટ પરથી શારજાહથી આવેલ એક વૃદ્ધ દંપતી પાસેથી ગેરકાયદેસર રીતે લાવેલું સોનું પકડાયું છે. વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડથી વધુનું સોનું પકડાતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. શંકાના આધારે એરપોર્ટ પર મુંબઈના દંપતીની તપાસ કરાઈ હતી. 60 વર્ષીય વૃદ્ધ અને તેમની પત્નીને અટકાવીને જ્યારે તપાસ કરાઇ ત્યારે સો કોઈ હેરાન પરેશાન થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું છૂપાવીને લાવ્યા હતા. આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુંબઇના દંપતીનો ભાંડો ફૂટી જતા પોતે જ સોનાની દાણચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી. 


Petrol-Diesel Price: બે અઠવાડિયામાં ફરી 13મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં આજનો ભાવ શું છે?


આ ઘટનાની મળી માહિતી પ્રમાણે, રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલા મુંબઈના દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલને જોતા શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા. સો પ્રથમ તો તેમની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ શરૂ કરાઈ હતી. આખરે પૂછપરછ દરમિયાન બંને જણાં રડવા જેવા થઈ ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી. 


મુંબઈના ઈકબાલ (60) અને સુગરા (58)ને શંકાના કારણે અટકાવવામાં આવ્યા બાદ દાણચોરી કરતા હોવાની વાત સ્વીકારી હતી. ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યુલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને તેમને સોંપી દીધી હતી.


પરીક્ષા બોર્ડની છે, જિંદગીની નહીં…ફરી એકવાર ધો.10નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઢળી પડ્યો, પરીક્ષાખંડમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું


વૃદ્ધ દંપતીના કબજામાંથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. તેની કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. મુંબઈનું દંપતી થોડું સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. તે જપ્ત કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube