ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટની ચૂંટણીમાં કોંગ્રેસના 1 જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં કોંગ્રેસના એક સભ્ય જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ઇન્દ્રવીજયસિંહ ગોહિલ તો ભાજપના કૌશિક જૈન અને ધ્રુમિલ પટેલનો સમાવેશ થાય છે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં કોંગ્રેસના એક સભ્ય જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ઇન્દ્રવીજયસિંહ ગોહિલ તો ભાજપના કૌશિક જૈન અને ધ્રુમિલ પટેલનો સમાવેશ થાય છે.
જનરલ કેટેગરીના ત્રણ સભ્યો માટે યોજાયેલી આ ચૂંટણીમાં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 2 ઉમેદવારઓએ અંતિમ દિવસ સુધી ફોર્મ પરત ખેંચી લેતા 2 કોંગ્રેસના અને 4 ભાજપના એમ કુલ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 108 માંથી 103 મતદારોએ મતદાન કર્યું હતું.
મહેસાણાના લીંચ ગામે ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ
સિન્ડિકેટની 27 માંથી 13 સભ્યો માટે ચૂંટણી જાહેર કરાઇ હતી. જેમાંથી 10 સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે જનરલ કેટેગરીના 3 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામ જાહેર કરતા ગુજરાત યુનિવર્સિટીમાં ડીજેના તાલે યુવાનોએ ડાન્સ કરતા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સિન્ડિકેટની આ ચૂંટણીમાં સવારથી જ રસાકસી જેવો માહોલ જોવા મળ્યો હતો.