જયેશ દોશી/નર્મદા: નર્મદાના ભારે વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. કરજણ ડેમની સપાટી 114.58 મીટર વટાવતાડેમ હાઇએલર્ટ પર મુકાયો તાત્કાલિક કરજણ ડેમના 7 ગેટ ખોલી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને હાઇએલર્ટ જાહેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજપીપલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી ઘરો સુધી આવ્યા અને 20 મકાનોના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે કાંઠા ગામો ખેતરોમાં પાણી ફરી વળ્યાં અને મોટું નુકસાન થયું છે. કરજણ કિનારે આવેલ તલકેશ્વર મંદિરના પગથીયા પણ ધોવાઈ ગયા અને જેમાં રહેતા પૂજારીનું પરિવાર ફસાયું હતું.


સુરત: ભારે વરસાદથી માંડવી-કીમ સ્ટેટ હાઇવે બંધ કરાયો, 100 લોકોનું સ્થળાંતર


પરિસ્થિ ગંભીર જાણી જિલ્લા કલેકટર આઈ.કે પટેલ ચીફ ઓફિસર અને પ્રાંત મામલતદાર સહિતની ટીમો દોડી આવી હતી. જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. સાથે કરજણ બે કાંઠે હોય પાલિકાની ફાયર ફાઇટરની ટીમો તૈનાત કરી ગણપતિ વિસર્જન અને તાજીયાના ઝુલસ બાદ કરજણમાં ટાઢા કરવામાં આવશે જેમાં ખાસ તકેદારી રાખવાની સૂચના પણ આપી છે.


જુઓ LIVE TV :