માતાના મઢે પાંચ દિવસમાં 1 લાખ યાત્રીઓએ કર્યા દર્શન, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
નવા વર્ષના પ્રારંભ સાથે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માં આશાપુરા માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. છેલ્લા ત્રણેક દિવસમાં લગભગ પચાસ હજાર કરતા વધારે લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ થયો હતો. અનેક લોકો માસ્ક વગર દર્શન કરતા જોવા મળ્યા હતા.
ભુજ : નવા વર્ષના પ્રારંભ સાથે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માં આશાપુરા માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. છેલ્લા ત્રણેક દિવસમાં લગભગ પચાસ હજાર કરતા વધારે લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ થયો હતો. અનેક લોકો માસ્ક વગર દર્શન કરતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઇને અશ્વિન નવરાત્રી દરમિયાન લગભગ 15 દિવસ સુધી ભાવિકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંદિર ફરી ખોલાયું હતું. જો કે નવા વર્ષનાં પ્રારંભ સાથે જ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાના મઢના દર્શન માટે યાત્રીકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં દિવાળીની સાંજે પરંપરાગત માં આશાપુરાની સંધ્યા આરતી મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજબાવા મેરૈયા વડે ઉતારે છે. ત્યાર બાદ મંદિરમાં હાજર ગ્રામજનો તેમજ રાજાબાવા ઢોલ શરણાઇના નાદ સાથે ગામની મુખ્ય બજારમાં મોરૈયા રવાડી નીકળી હતી. ત્યારે વેપારીઓ દ્વારા મેરૈયાની આરતી લઇને તેમાં તેલ પુરે છે જે પરંપરા દિવાળીના દિવસે પણ જળવાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube