તોફાની વરસાદની આશંકાને પગલે જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ ઉદ્ભવતા સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અગાઉ દિવાળી પછી પણ વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર કમોસમી વરસાદના સંજોગો પેદા થયાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. બીજી તરફ જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પણ સાવચેત રહેવા માટે સુચન આપવામાં આવ્યું છે. જો કે જાફરાબાદ પંથકની 700 જેટલી બોટ હાલમાં દરિયામાં હોવાનું સામે આવ્યું છે.
અમરેલી : અરબી સમુદ્રમાં ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ ઉદ્ભવતા સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અગાઉ દિવાળી પછી પણ વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર કમોસમી વરસાદના સંજોગો પેદા થયાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. બીજી તરફ જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પણ સાવચેત રહેવા માટે સુચન આપવામાં આવ્યું છે. જો કે જાફરાબાદ પંથકની 700 જેટલી બોટ હાલમાં દરિયામાં હોવાનું સામે આવ્યું છે.
સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ: બપોરે લગ્ન સાંજે રિસેપ્શન અને દુધ પીવા મુદ્દે રાત્રે 3 વાગ્યે છુટાછેડા
હવામાન વિભાગે ફરી એકવાર તોફાની વરસાદની આગાહી કરતા સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોની ચિંતા વધારી મુકી છે. ખાસ કરીને અમરેલી પંથકના ખેડૂતો સતત ચિંતિત છે. ગમ ચોમાસામાં પહેલા અતિભારે વરસાદનાં કારણે કપાસ અને મગફળીનાં પાકને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ દિવાળી પછી પણ કમોસમી વરસાદ થતા આ નુકસાનીમાં વધારો થયો હતો. જો કે હવે ફરી માવઠાની આગાહીનાં કારણે ખેડૂતોનો શિયાળુ પાક પણ બગડે તેવી સ્થિતી પેદા થઇ છે.