Gujarat Rains : સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા જિલ્લામા રાતથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દ્વારકા જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ રેડ એલર્ટની પરિસ્થિતિ હોઈ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ગત રાતથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા દ્વારકા તાલુકામાં 40 mm, ખંભાળિયા તાલુકામાં 96mm ,કલ્યાણપુર તાલુકામાં 293mm અને ભાણવડ તાલુકામાં 118 mm વરસાદ ખાબક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદના પગલે લીંમડી-દ્વારકા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાં. તો પાનેલી હરીપર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. તો કેનેડી અને ભાટિયા અને લાંબા ગામોમાં કેડ સમા પાણી ભરાયાં છે. વરસાદના પગલે સાની ડેમમાં પાણીનું સ્તર વધતા આસપાસના નીચાણ વારા વિસ્તારોને એલર્ટ કરાયા છે. હાલ વરસાદે વિરામ લેતા શહેરમાં લોકો પોતાની જરૂરી વીજવસ્તુ લેવા બહાર નીકળ્યા હતા.



ફરી ઘેડ ડૂબ્યું
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે 25 રસ્તાઓ બંધ થયા છે. વંથલી કેશોદ માણાવદર માંગરોળ અને ભેસાણના અનેક રસ્તા બંધ થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ફરીવાર ઘેડ સહિતના વિસ્તારોના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. માણાવદર સરાડીયા, કેશોદ માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા છે. 



દ્વારકાના કલ્યાણપુરમાં આફ ફાટ્યું
કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાત્રિના 12 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધીમાં આઠ કલાકમાં 10.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાત્રિના 12 થી 4 વાગ્યા સુધીમાં સાંબેલાધાર પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. મુશળધાર વરસાદને પગલે જયા જુઓ ત્યાં પાણી જ પાણી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા છે. અનેક રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થતા માર્ગો બંધ થયા છે.



દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદને પગલે રાણ ગામની કુંતી નદીમાં પૂર આવ્યું છે. તો વરસાદના પગલે દ્વારકા - લીંબડી સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. ...


જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવરિત બેટિંગ ચાલુ છે. ગઈકાલેથી જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં 3 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. કેશોદ તેમજ માંગરોળ જળબંબાકાર થયું છે. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભિતાના સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પગલે જૂનાગઢ જિલ્લા પર મેઘ સવારી યથાવત છે.


ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી