Rajasthan Accidnet: દિહોર ગામ હિબકે ચડ્યું; એક સાથે 12 અર્થીઓ ઉઠી, હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન
Rajasthan Accidnet News Update: ભાવનગરના નાના એવા ગામ દિહોરમાં એક સાથે 12 નનામી નીકળતા ગામ આખું હિબકે ચડ્યું, અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. દિહોર ગામે રામકથા બાદ 57 લોકો બસમાં યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે રાજસ્થાનના ભરતપુર નજીક બુધવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે.
ઝી બ્યુરો/ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામમાં રામકથા બાદ યાત્રાએ નીકળેલી 57 લોકો સાથે ની બસને રાજસ્થાનના ભરતપુર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કુલ 12 લોકોના મોત નીપજ્યા હતા. આ તમામ લોકોના મૃતદેહોને વતન દિહોર લાવવામાં આવી રહ્યા છે. ગામમાં શોકાતુર માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઘટના ને પગલે ગામ આખું સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે, તમામ મૃતદેહો દિહોર પહોચતા પ્રથમ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવશે, બાદ તેઓની અંતિમ વિધિ માટે લઈ જવાશે, તેમજ તમામ ની અંતિમયાત્રા એક સાથે નીકળશે.
Gujarat Weather: આગામી પાંચ દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, જાણો ક્યા-ક્યા પડશે
મૃતકોના પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ
મૃતકોની અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા છે. મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગર શહેરની મહિલાનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો છે. મૃતકોને શ્રદ્ધજંલિ પાઠવવા હજારોની સંખ્યામાં લોકો દિહોર પહોંચ્યા છે.
બિહારમાં 33 બાળકોને લઈને જઈ રહેલી બોટ પલટી ગઈ, 16 બાળકો હજુ પણ ગૂમ
શું બની હતી સમગ્ર ઘટના?
ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળી હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે 5 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. બસ ખરાબ થતા ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા, આ સમયે કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યાહ તા. ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.
સનાતન વિવાદ પર બોલ્યા PM મોદી, દેશને ગુલામીમાં ધકેલવા માંગે છે 'I.N.D.I.A ગઠબંધન'
રાજસ્થાનના ભરતપુરમાં રોડ દુર્ઘટના ભારે કમકમાટીભરી રહી. રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ટેન્કરે ટક્કર મારી હતી. જેમાં 11 લોકોના મોત નિપજ્યા છે, તેમજ 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ભાવનગરથી બસ આવી રહી હતી અને બસમાં સવાર યાત્રિકો મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા. ગુજરાતની GJ 47747 બસને અકસ્માત નડ્યો હતો. ભાવનગરના કાર્તિક ટ્રાવેલર્સની બસ હોવાની માહિતી સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 21 પર ભીષણ અકસ્માતમાં 11નાં મોત નિપજ્યા હતા.
મૂળાંક 1 રાશિવાળા આ દિશામાં રાખો આ એક વસ્તુ, ચમકી જશે કિસ્મત, ભાગ્ય નહી છોડે સાથ
મૃતકોના નામ
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
- નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
- ભરત ભાઈ ભીખા ભાઈ
- લાલજી ભાઈ મનજી ભાઈ
- અંબાબેન જીણાભાઈ
- કંબુબેન પોપટભાઈ
- રામુબેન ઉદાભાઈ
- મધુબેન અરવિંદભાઈ દાગી
- અંજુબેન થાપાભાઈ
- મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળઈ હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે 5 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
Dry Fruits: કયા લોકોને ન ખાવા જોઇએ ડ્રાય ફ્રૂટ્સ? જાણો તમે આ લિસ્ટમાં છે કે નહી
માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. તો 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, તેઓને સારવાર માટે હોસ્પટિલ લઈ જવાયા છે. આ બસ ગુજરાતના ભાવનગરથી નીકળીને જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી, સવારે અંદાજે 5 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં મૃતકોમાં 6 મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. રાજસ્થાન પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પહોંચાડી હતી.
પુરુષોનો સ્ટેમિના વધારે છે કિશમિશવાળું દહીં, જાણો ક્યારે ખાવું અને કેવી રીતે બનાવવું