અલ્કેશ રાવ/બનાસકાંઠા: જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે. તો શા માટે છેલ્લા 200 વર્ષોથી આ ગામ હોળી કેમ પ્રગટાવવામાં આવતી નથી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે. અને આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી.


સુરત: હાર્દિક પટેલના પૂતળાનું દહન, સમાજનો ગદ્દારના પોસ્ટર લાગ્યા


ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ હતી.


પાણી બચાવોના અનોખા સંદેશ સાથે શાળાના વિદ્યાર્થીઓએ ઉજવ્યો હોળીનો પર્વ


આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે. 


રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે, જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 2૦૦ વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે ત્યારે લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ ગામના એવા લોકો છે કે, જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે, તો એમને પણ દુખ થાય છે કે, આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી. તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.


 



વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે, તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે